For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગવાનો પ્રયાસ કરનારી પોસ્ટર ગર્લને ISIS આપી આવી સજા

|
Google Oneindia Gujarati News

17 વર્ષની સમરા કેસિનોવિક જે આઇએસઆઇએસની એક પોસ્ટર ગર્લ જ નથી પણ તેના માટે આતંકીઓ પણ ભર્તી કરતી હતી તે આ જ સંગઠનથી એટલી પરેશાન થઇ ગઇ હતી કે તેણે આ સંગઠન છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો.

પણ આતંકીઓને તેની આ વાતની ભનક લાગી ગઇ અને તેમણે સમરાને ધાતકી હત્યા કરી દીધી. સમરાની હત્યા સીરિયામાં થઇ હતી. ઓસ્ટ્રેલિયાની રહેવાસી સમરા અને 16 વર્ષની સબીની સેલેમોવિક એપ્રિલ 2014થી ગૂમ છે. સમરા તેની મિત્ર સબીના સેલિમોવિક સાથે ઓસ્ટ્રેલિયાથી ભાગીને આવી હતી અને તે આઇએસઆઇએસ સાથે જોડાઇ હતી.

isis

તે પછી બન્ને આઇએસઆઇએસની પોસ્ટર ગર્લ બની ગઇ. ડેલી મેલના જણાવ્યા મુજબ તે રક્કા શહેરથી ભાગીને ટ્યૂનીશિયા આવેલી મહિલાએ આ બન્નેની મોતની જાણકારી આપી છે. આ વર્ષની શરૂઆતમાં સમરા આઇએસઆઇએસમાં જોડાઇ હતી. રક્કાથી ભાગીને આવેલી મહિલા આ બન્નેની સાથે રહેતી હતી. આઇએસઆઇએસ સાથે જોડાયા બાદ તેમનો ઉપયોગ પોસ્ટર ગર્લ તરીકે થતો હતો અને થોડા દિવસ પહેલા જ સમરાનો એક 47 લઇને આંતકીઓ સાથે ઊભી હોય તેવો ફોટો પણ આવ્યા હતો. વળી તે આંતકી સંગઠનમાં છોકરાઓને ભર્તી કરવાનું પણ કામ કરતી હતી.

English summary
ISIS poster beaten to death by terrorist in Syria. 17 years old Austrian girl was trying to escape from Syria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X