For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે ત્યાં જશે, જ્યાં તેમના આવવાની ઘડીઓ ગણાય છે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જશે ઇઝરાયેલના 3 દિવસના પ્રવાસ પર. જ્યાં એરપોર્ટ પર ઇઝરાયેલના વડાપ્રધાન તેમનું સ્વાગત કરશે.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ઇઝરાયેલની ત્રણ દિવસની મુલાકાત પર જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તે દેશના પહેલા તેવા વડાપ્રધાન છે જે ઇઝરાયેલની મુલાકાત પર છે. આ પ્રસંગે ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતાન્યાહૂ એરપોર્ટ પર પોતાના મિત્ર પીએમ મોદીને લેવા હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના પીએમ થોડા દિવસ પહેલા જ ટ્વિટ કરીને મોદીની મિત્ર ગણાવ્યા હતા. ઇઝરાયેલના પીએમનો આજ દિવસ સુધીનો રેકોર્ડ છે કે તે ખાલી અમેરિકી રાષ્ટ્રપતિ અને પોપના સ્વાગતમાં જ એરપોર્ટ સુધી લાંબા થયા છે.

Israeli

નોંધનીય છે કે પીએમ મોદી ઇઝરાયેલ પહોંચે તે પહેલાના અઠવાડિયાથી જ ઇઝરાયલી મીડિયા તેમની આ મુલાકાત અંગે ઉત્સાહિત છે. ઇઝરાયલી મીડિયાએ તો પીએમ મોદીને ટ્રંપ કરતા પણ વધુ મહત્વના અને સૌથી ખાસ પીએમનો કરાર પણ આપી દીધો છે. 70 વર્ષોમાં તેવું પહેલી વાર બની રહ્યું છે કે ભારતનો કોઇ વડાપ્રધાન ઇઝરાયેલની મુલાકાત લઇ રહ્યો હોય. ત્યારે ભારત અને ઇઝરાયેલની આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચે મિલિટ્રી, આર્થિક અને કૂટનૈતિક સંબંધોમાં મજબૂતી આવશે તેમ મનાઇ રહ્યું છે.

English summary
Israeli Prime Minister Benjamin Netanyahu will receive his friend PM Narendra Modi upon arrival at Ben Gurion Airport, tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X