For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISની મળી ધમકી તો મિડિલ ઇસ્ટથી જાપાન પરત ફર્યા શિંજો એબે

|
Google Oneindia Gujarati News

ટોક્યો, 21 જાન્યુઆરી: જાપાનના વડાપ્રધાન શિંજો એબે જે મિડિલ ઇસ્ટના પ્રવાસ પર હતા, તે ધમકી બાદ પોતાના દેશ પાછા આવી ગયા છે જે આઇએસઆઇએસ તરફથી આવી છે. મંગળવારે આઇએસઆઇએસ તરફથી એક નવો વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં આઇએસઆઇએસે બે જાપાની બંધકોની હત્યા કરવાની ધમકી આપી છે. આપને જણાવી દઇએ કે ઇબેએ કાઇરોમાં આઇએસઆઇએસથી પ્રભાવિત દેશો માટે 20 કરોડ ડોલરની અસૈનિક મદદ આપવાનું વચન આપ્યું છે.

આ બંને બંધકોમાંથી એક જાપાનની સૈન્ય કંપનીનો ઓપરેટર અને અન્ય એક પત્રકાર છે. આ નવા વીડિયો બાદ જાપાનમાં હલચલ મચી ગઇ છે. આ પહેલી આવું બન્યુ છે જ્યારે આઇએસઆઇએસ તરફથી જાપાને કોઇ બંધક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

isis
આઇએસઆઇએસે જાપાનને ત્રણ દિવસની અંદર 20 કરોડ ડોલરની ચૂકવણી કરવા માટે પણ જણાવ્યું છે. ઇરાક અને સીરિયાના ઘણા વિસ્તારો પર પોતાનો દબદબો રાખનાર આઇએસઆઇએસ આનાથી પહેલા પાંચ પશ્ચિમી, ત્રણ અમેરિકન અને બ્રિટેનના બે નાગરિકોની હત્યા કરી ચૂક્યું છે. આઇએસઆઇએસ હત્યા કર્યા બાદ વીડિયો જારી કરે છે.

જોકે આ પહેલી વાર છે જ્યારે આઇએસઆઇએસે એશિયાઇ મૂળના લોકોને બંધક બનાવ્યા છે. આઇએસઆઇએસે બંધક બનાવવામાં આવેલ બે નાગરિકોને છોડવા માટે રૂપિયાની માંગણી પણ કરી છે. આઇએસઆઇએસ તરફથી જારી વીડિયોમાં હંમેશાની જેમ બંને બંધકોને નારંગી રંગના કપડા પહેરાવવામાં આવ્યા છે અને ધમકી આપનારા આતંકવાદીઓનું ઉચ્ચારણ બ્રિટેનના નાગરિકો જેવું છે.

આઇએસઆઇએસે ફિરોતીની રકમ ચૂકવવા માટે જાપાનને ત્રણ દિવસોનો સમય આપ્યો છે. ચરમપંથી સંગઠનનું કહેવું છે કે અમેરિકન સમર્થનવાળા સંગઠનને જાપાન મદદ પહોંચાડી રહ્યું છે. તેના માટે ફિરોતી માગી છે.

English summary
Japanese PM Shinzo Abe rushes to Japan as ISIS releases new video of hostages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X