For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISનો નવો મેનિફેસ્ટો, છોકરીઓના કાન વિંધવા છે પાપ!

|
Google Oneindia Gujarati News

આઇએસઆઇએસ એક મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં તેમણે આતંકી સંગઠનમાં મહિલાઓની શું ભૂમિકા છે તે જણાવ્યું છે. આ મેનિફેસ્ટોમાં છોકરીઓને ખાલી આઇએસઆઇએસના આતંકીઓ સાથે જ લગ્ન કરવાનું ફરમાન જાહેર કર્યું છે. વધુમાં તેમણે પત્નીની ભૂમિકાને એક માં અને પત્ની સુધી જ સિમિત કરી છે.

યુકેના લિડીંગ ડેલી ધ ઇન્ડિપેન્ડેન્ટના કહેવા મુજબ આ મેનિફેસ્ટો 10,000 પેઝનું છે. તેને આ સંગઠનની મહિલા વીંગ અલ ખાનસ્સાની મીડિયા વિંગ દ્વારા અપલોડ કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો અરેબિક ભાષામાં છે જેને ઇરાક અને સિરીયામાં જેહાદ પર રિસર્ચ કરનારા ચાર્લી વિંટરને અંગ્રેજી ભાષામાં ટ્રાંસલેટ કર્યું છે. આ સાથે જ આ મેનિફેસ્ટોમાં છોકરીઓના શિક્ષણ અને લગ્ન અને તેમની ઉંમર વિષે વિસ્તૃતતમાં માહિતી આપવામાં આવી છે.

લગ્ન માટે નિયમ

લગ્ન માટે નિયમ

લગ્ન માટે આ મેનિફેસ્ટ્રોમાં લખવામાં આવ્યું છે કે 9 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન કરી દેવા જોઇએ. આઇએસઆઇએસ મુજબ આ મહિલાઓની લગ્ન કરવાની કાનૂની ઉંમર છે. પણ તેમાં ખાસ લખવામાં આવ્યું છે કે છોકરીઓના લગ્ન આઇએસઆઇએસના આતંકીઓ જોડે જ થવા જોઇએ. જો 9 વર્ષે લગ્ન ના થાય તો 16 કે 17 વર્ષની પવિત્ર ઉંમરે લગ્ન થવા જોઇએ.

લગ્ન પછી શું?

લગ્ન પછી શું?

આઇએસઆઇએસનું કહેવું છે લગ્ન પછી કોઇ પણ તે વાતની ખબર ના પડવી જોઇએ કે મહિલા શું કરે છે. તેને હંમેશા પડદામાં રહેવું જોઇએ.

ભણતર વિષે

ભણતર વિષે

સાત વર્ષે છોકરીઓનું ભણતર શરૂ કરવું જોઇએ. અને તેમને 15 વર્ષ સુધી ભણાવવી જોઇએ.

શિક્ષણ

શિક્ષણ

મહિલાના શિક્ષણમાં તેમને ઇસ્લામ સાથે જોડાયેલી આદ્યાત્મિક વાતો શીખવવી જોઇએ. કુરાનની સાથે તેમને ખાવાનું બનાવતા અને સિલાઇ જેવી અન્ય હસ્ત કળાઓ પણ શીખવવી જોઇએ.

પ્રોફેશન

પ્રોફેશન

મેનિફેસ્ટ્રોમાં કહ્યું છે કે મહિલાઓ જો ઇચ્છે તો તે ડોક્ટર કે પછી શિક્ષકા જેવા કામ કરવા કરી શકે છે.

જેહાદ માટે યુદ્ઘ

જેહાદ માટે યુદ્ઘ

વધુમાં મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું છે કે જો દુશ્મનોને હરાવવા માટે પુરુષો ઓછા પડે તો મહિલાઓએ પણ જેહાદમાં શામેલ થવું જોઇએ. અને પોતાનું ઘર છોડી યુદ્ધ કરવું જોઇએ.

ઇયરીંગ્સ પણ બેન

ઇયરીંગ્સ પણ બેન

આઇએસઆઇએસ કહ્યું કે પ્લાસ્ટિક સર્જરીથી લઇને કાનમાં બુટ્ટી પહેરવા કાણું કરવાવું પણ પાપ છે. વળી તેમણે શેવિંગ કે વેક્સિંગ કરાવવાની પણ મનાઇ ફરમાવી છે. વધુમાં તેમણે ફેશન શોપ્સ અને બ્યૂટી સલૂનને શૈતાનના ઘર ગણાવ્યા છે.

પશ્ચિમી મહિલાઓ

પશ્ચિમી મહિલાઓ

મેનિફેસ્ટોમાં આઇએસઆઇએસએ પશ્ચિમી મહિલાઓની આલોચના કરી છે. સાથે જ તેમને સ્ત્રી અધિકારો, પુરુષો અને સ્ત્રીઓને સમાન હકો જેવા વિચારોને બેબૂનિયાદ કહ્યા છે. તેમણે કહ્યું મહિલા ખાલી ઘર સંભાળવાનું અને પત્ની અને માંના રોલ નીભાવવાની કામ કરવું જોઇએ.

સીરિયા

સીરિયા

વળી તેમણએ અરબ મહિલાઓને અપીલ કરી છે કે તે સીરિયા અને ઇરાકમાં આવી એક પવિત્ર જીંદગી વિતાવે.

શરિયાનો નિયમ

શરિયાનો નિયમ

વધુમાં તેમાં લખ્યું છે કે સીરિયા અને ઇરાક આવી તે શરિયા કાનૂન મુજબ ઘરની જવાબદારી નિભાવે.

English summary
Counter extremism think-tank the Quilliam Foundation has released a report. In this report think tank has described what guidelines has been set by ISIS for women and what a woman have to face if she doesn't obey the order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X