For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલગ-અલગ ગ્રહોથી આવ્યા છે પુરુષ અને મહિલાઓ?

|
Google Oneindia Gujarati News

અંગ્રેજીમાં એક કહેવત છે કે મેન આર ફ્રોમ માર્સ, વીમેન આર ફ્રોમ વીનસ, એટલે કે પુરુષ મંગળ ગ્રહથી અને મહિલાઓ શુક્રમાં આવી છે. પરંતુ આ બન્નેના મસ્તિષ્ક પર થયેલા એક અધ્યયનનું માનવું છે કે એક રીતે આ સાચું હોઇ શકે છે. એક તાજા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પુરુષો અને મહિલાઓના મસ્તિષ્કની બનાવટ એ રીતે ભિન્ન છે કે લાગે છે કે બન્ને જ અલગ-અલગ ગ્રહની પ્રજાતિઓ છે.

પુરુષોના મસ્તિષ્કની બનાવટ આગળથી પાછળની તરફ હોય છે અને બીજા ભાગને જોડવા માટે કેટલાક તંતુ હોય છે, જ્યારે મહિલાઓના મસ્તિષ્કમાં તંતુ જમણેથી ડાબી અને ડાબેથી જમણે તરફ એકબીજા સાથે જોડાયેલા રહે છે. પુરુષોને મસ્તિષ્કમાં જ્યાં તંત્રિકા તંતુ અપેક્ષાકૃત વધારે હોય છે. મહિલાઓમાં ન્યુરોન કોશિકાઓ રાખનારા ગ્રે મેટરનો ભાગ વધારે હોય છે.

પેનસિલ્વનિયા વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા અમેરિકન વૈજ્ઞાનિકો અનુસાર, મસ્તિષ્ક સંરચનાની બનાવટથી આ ભિન્નતાથી પુરુષો અને મહિલાઓ અલગ-અલગ વ્યવહાર અને કૌશલ સમજી શકાય છે. આ શોધની આગેવાની કરતા ડો. રાગિણી વર્માનું કહેવું છે કે, પુરુષોના મસ્તિષ્કની બનાવટ ધારણા અને કાર્યમાં સામંજસ્ય બેસાડવામાં શ્રેષ્ઠ છે.

જ્યારે મહિલાઓના મસ્તિષ્ક વિચાર પ્રક્રિયા, વિશ્લેષણ અને અંતર-દ્રષ્ટિએ ‘દિલ અને દિમાગ'ને એકીકૃત ઉપયોગ માટે વધારે ઉપયુક્ત છે. આ પહેલા થયેલી શોધણાં જણાવવામાં આવ્યું હતુ કે પુરુષોમાં મહિલાઓની અપેક્ષા ‘ચાલક' અને ‘સ્થાનિક' ક્ષમતા વધારે હોય છે. ઉદાહરણ માટે એક શલ્ય ચિકિત્સકના હાથોથી બારીક સર્જરી કરવા માટે સારા ‘ચાલક' ક્ષમતાની જરૂર હોય છે. ત્રિઆયામી વસ્તુઓની ઓળખ માટે જવાબદાર ‘સ્થાનિક' ક્ષમતા નકશાઓને વાંચવા અને કાર પાર્કિંગમાં મદદ કરે છે.

આ શોધમાં, બીજી તરફ, મહિલાઓમા સારી યાદશક્તિ અને સામાજિક સુચનાઓને વ્યવસ્થિત કરવાની શ્રેષ્ઠ દક્ષતા દર્શાવવામાં આવી હતી. મહિલાઓ પુરુષોની અપેક્ષા વધારે દક્ષતાથી દિમાગ વાંચી શકે છે. સાથે જ તે બારીક મનોવૈજ્ઞાનિક છલ પ્રતિ વધારે સંવેદનશીલ હોય છે. નવી શોધ અંગે પ્રોસીડિંગ ઓફ ધ નેશનલ એકેડમી જર્નલમાં પ્રકાશિત થયું છે.

આ શોધ આઠથી 22 વર્ષની ઉમરના અંદાજે 1000 હજાર બાળકો અને યુવાઓના બ્રેઇન સ્કેનના અધ્યયન પર આધારિત છે. વૈજ્ઞાનિકોના એક વિશેષ પ્રકારની એમઆરઆઇની મદદથી મસ્તિષ્કની અંદર ન્યુરોન્સન સંરચનાગત બનાવટની તપાસ કરવામાં આવી. આ નવી ટેક્નિકનું નામ ડીટીઆઇ છે.

women-men
એક ટેક્નિકને મસ્તિષ્કની હવાઇટ મેટરની મેપિંગ કરવાનું સંભવ બન્યુ. હવાઇટ મેટરના ક્લબ વાયરિંગની જેમ તંત્રિકા તંતુ હોય છે. જેમાં ત્રિઆયામી સંદેશ થઇને પસાર થાય છે. અધ્યયનથી જાણવા મળે છે કે મનુષ્યના મસ્તિષ્કની સંરચનાગત બનાવટમાં બુનિયાદી લૈંગિક ભેદ છે.

શોધકર્તા અનુસાર, વ્યવહારની તપાસમાં પ્રભાવી લૈંગિક ભેદ જોવા મળશે. એકાગ્રતા, શબ્દ અને ચહેરા યાદ રાખવા અને સામાજિક બંધનોને યાદ રાખવાના મામલે મહિલાઓએ પુરુષોને ઘણા જ પાછળ છોડી દીધા. પુરુષ સ્થાનિક ક્ષમતાઓ, મસલન સામંજસ્યપૂર્ણ કાર્યવાહીના મામલે શ્રેષ્ઠ હતા.

વૈજ્ઞાનિકોએ 13 વર્ષની ઓછી ઉમરના બાળકોમાં જે લૈંગિક ભેદ ચિન્હિત કર્યા હતા, તો 14થી 17 વર્ષની ઉમરમાં વધારે પ્રભાવી થઇ ગયા, મસ્તિષ્કના એક ખાસ ભાગ, જેમાં સેરીબેલમ કહેવામાં આવે છે, તેમાં ઉંધુ વાયરિંગ જોવા મળ્યુ. પુરુષોમાં આ ભાગમાં વધારે કનેક્ટિવિટી જોવા મળી, જ્યારે મહિલાઓ આ હેમિસ્ફિયરની અંદર વધારે જોડાયેલી મળી.

English summary
A new study has confirmed that men and women's brains are wired in completely different ways, as if they were species from different planets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X