ફ્રાન્સની આઇરિસ મિતેનેયર બની મિસ યૂનિવર્સ 2017

આ વખતે મિસ યૂનિવર્સ 2017નો તાજ ફ્રાન્સની સુંદરી આઇરિસ મિતેનેયરને ફાળે ગયો છે.

Subscribe to Oneindia News

ઘણી મોડેલ મિસ યૂનિવર્સના તાજને પોતાને નામ કરવાનું સ્વપ્ન જોતી હોય છે. આ વખતે મિસ યૂનિવર્સ 2017નો તાજ ફ્રાન્સની સુંદરી આઇરિસ મિતેનેયરને ફાળે ગયો છે. આઇરિસ 24 વર્ષની છે અને તેણે 65મી મિસ યૂનિવર્સ હરીફાઇ જીતી લીધી છે.

miss universe 2017

નોંધનીય છે કે, આઇરિસ મૂળ પેરિસની છે અને ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કરી રહી છે. આઇરિસએ આ સ્પર્ધામાં 86 હરીફોને પાછળ છોડી ફાઇનલ રાઉન્ડમાં પહોંચી જીત હાંસલ કરી છે. બીજા નંબર પર હૈતીની રાક્વેલ પેલિશિયર હતી. પૂર્વ મિસ યૂનિવર્સ પિયા વર્જબૈચ દ્વારા આઇરિસને આ ખિતાબ આપવામાં આવ્યો હતો. પિયા મૂળ ફિલિપીનની છે. સેકન્ડ રનરઅપ બની હતી કોલંબિયાની એન્ડ્રિયા તોવર. આ સ્પર્ધામાં ભારત તરફથી રોશમિતા હરિમૂર્તિએ ભાગ લીધો હતો.

અહીં જુઓ - Pics: મિસ યૂનિવર્સ બનવા માટે જોઇએ આવી અદાઓ

આ સ્પર્ધાની જજ પેનલમાં પૂર્વ મિસ યૂનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા ફિલીપિનની રાજધાની મનીલામાં યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેને પણ મનીલામાં જ મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

આ વર્ષની મિસ યૂનિવર્સ આઇરિસની વાત કરીએ તો, તે ડેન્ટલ સર્જરીનો અભ્યાસ તો કરી જ રહી છે અને સાથે તેને કુકિંગમાં પણ ખૂબ રસ છે. મિસ યૂનિવર્સ 2017 તરીકે જ્યારે આઇરિસના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે એ ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી.

English summary
Miss Universe 2017: Frances Iris Mittenaere Gets The Crown.
Please Wait while comments are loading...