For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂક્રેને મિસાઇલથી મલેશિયાનું વિમાન ઉડાવ્યું, 298 યાત્રીઓના મોત

|
Google Oneindia Gujarati News

કિવિ(યૂક્રેન), 18 જુલાઇ: મલેશિયાના એમએચ-370 નો કોયડો હજી ઉકેલાયો નથી ત્યાં વધુ એક મલેશિયાઇ વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયું છે. યુક્રેનમાં રશિયાની સરહદની પાસે મલેશિયાઇ યાત્રી વિમાન એમએચ-17ને અજાણી શક્તિઓએ બક મિસાઇલ દ્વારા નિશાનો બનાવીને ક્રેશ કરી દેવામાં આવ્યું. અત્રે નોંધનીય છે કે વિમાનમાં 15 ક્ર્યૂ મેમ્બરો સહિત 298 લોકોના મોત નિપજ્યા છે.

આ અણધાર્યા હુમલામાં મલેશિયા, રશિયા અને યૂક્રેન સહિત ઘણા દેશોમાં આશ્ચર્યની લાગણી પ્રવર્તી ગઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. એમ્સટર્ડેમથી કુઆલાલંપુર જઇ રહેલી ફ્લાઇટ એમએચ-17માં 283 યાત્રીઓ અને 15 વિમાની કર્મચારીઓ સવાર હતા.

plane
કહેવામાં આવી રહ્યું છે કે વિમાન 33 હજાર ફૂટની ઊંચાઇ પર ઊડી રહ્યું હતું અને તેના પર બક લૉન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં યૂક્રેન-રશિયા સરહદ પાસે કાળા ધૂમાળાના ગોટા ઊડતા દેખાઇ રહ્યા છે. સમાચાર એજન્સી રૉયટર્સે જણાવ્યું છે કે તેમના રિપોટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને મૃતકોની લાશો જોવા મળી હતી.

બીજી બાજું યૂક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની સેના તરફથી કોઇપણ વિમાન પર ફાયરિંગ કરવામાં નથી આવ્યું. પહેલી નજરમાં આને આતંકી હુમલો જ માનવામાં આવી રહ્યો છે. આ સરહદી વિસ્તારમાં યૂક્રેનની સેના અને રશિયા સમર્થક ઉગ્રવાદીઓની વચ્ચે હાલના દિવસોમાં અથડામણ થઇ રહી છે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/9epbCX6QqkY" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
A Ukrainian official said a passenger plane carrying 295 people was shot down Thursday over a town in the east of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X