For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ભાષણથી સિંગાપોરના વડાપ્રધાન અચંબામાં!

|
Google Oneindia Gujarati News

lee
સિંગાપોર, 18 ઓગષ્ટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હોય કે લોકસભાની ચૂંટણી દરેકમાં મોદીના ભાષણોને દેશના લોકોએ સાંભળ્યા છે, અને વખાણ્યા પણ છે. પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી એક વડાપ્રધાન તરીકે લાલ કિલ્લાથી ભાષણ આપવા જઇ રહ્યા હતા ત્યારે દેશ-દુનિયાની નજર તેમની પર ટકેલી હતી, કે તેઓ કેવું ભાષણ આપશે, વાંચની બોલશે કે પછી વાંચ્યા વગર બોલશે, અને તેમના ભાષણમાં તેઓ કયા કયા મુદ્દાઓને આવરી લેશે વગેરે વગેરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી ભાષણ આપ્યું અને એ પણ કોઇ સ્ક્રિપ્ટ કે કોપી વગર. મોદીએ 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લાથી આપેલા ભાષણથી સિંગાપોરના વડાપ્રધાન અચંબામાં રહી ગયા. તેઓ એટલા માટે અચંબામાં પડી ગયા કે આટલા મહત્વના પ્રસંગે મોદી વાંચ્યા વગર એક કલાક સુધી ભાષણ આપ્યું!

મોદીના ભાષણને લઇને સિંગાપોરના નેતાઓમાં ખૂબ જ રસ રહ્યો. ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ હાલમાં સિંગાપોરની યાત્રા પર છે, જ્યાં તેમણે ત્યાંના વડાપ્રધાન લી શીન લૂંગ સાથે મુલાકાત પણ કરી. આ મુલાકાત દરમિયાન તેમને બતાવવામાં આવ્યું કે સિંગાપોરના નેતાઓમાં મોદીના ભાષણને લઇને ખૂબ જ રસ હતો. વડાપ્રધાન લીએ સ્વરાજને જણાવ્યું કે 'આવા મહત્વપૂર્ણ પ્રસંગ પર પણ મોદીને કોઇ લખેલા ભાષણ વાંચવાને બદલે મૌલિક ભાષણ આપતા જોવામાં રસ રહ્યો.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાથી આ ભાષણ આપ્યું હતું. 30 વર્ષમાં પહેલી વાર કોઇ વડાપ્રધાને બુલેટ પ્રૂફ કાચ વગર ભાષણ આપ્યું. વડાપ્રધાન મોદીએ ભાષણ વાંચ્યું નહીં પરંતુ તેઓ સતત એક કલાક સુધી બોલતા રહ્યા. મોદીના આ ભાષણની દેશના લોકોએ, મીડિયાએ અને વિદેશી મીડિયા અને નેતાઓએ પણ ભારે સરાહના કરી છે.

English summary
Modi's I-day speech became wonder for Singapore's PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X