For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G-20માં PM મોદી નહીં મળે જિનપિંગને, કેમ કે સમય ઠીક નથી

જી-20ની બેઠકમાં ચીન અને ભારત વચ્ચે નહીં થાય વાતચીત. ચીન તરફથી આવ્યું નિવેદન કહ્યું ભારતને મળવાનો આ યોગ્ય સમય નથી. જાણો વિગતવાર આ અંગે અહીં.

|
Google Oneindia Gujarati News

ચીને ગુરુવારે કહ્યું કે જે રીતની પરિસ્થિતી ઊભી થઇ છે તેને જોતા રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્રિપક્ષીય મુલાકાત નહીં થાય. ઉલ્લેખનીય છે કે જર્મનીના હૈમ્બર્ગમાં થનારા જી-20 શિખર સંમેલનમાં અલગથી બન્ને દેશોના નેતાઓની મુલાકાત થવાની હતી. પણ ગત એક મહિનાથી સિક્કિમના ડોકલામમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને હોવાના કારણે હવે આ વાર્તા ટળી છે.

china

ચીનના વિદેશ મંત્રાલયના કાર્યલય તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ શી અને પીએમ મોદી માટે દ્રિપક્ષીય મુલાકાત કરવાનો આ યોગ્ય સમય નથી. હેમ્બર્ગમાં જી-20 સંમેલનની શરૂઆત થવાની છે. ભારત અને ચીનની વચ્ચે ભૂટાનના ડોકલામમાં એક મહિનાથી જે તણાવપૂર્ણ સ્થિતિ છે તે પછી આ નિવેદન ચીન તરફથી આવ્યું છે. અહીં ચીનની સેનાએ રસ્તો બનાવાનું કામ શરૂ કર્યું છે. ત્યારથી આ વિવાદ ઊભો થયો છે.

ત્યાં ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે જિંનપિંગ અને મોદીની મુલાકાત પહેલાથી નક્કી નહતી. મોદી અને જિનપિંગ વચ્ચે સિક્કિમમાં જે તનાવગ્રસ્ત સ્થિતિ છે તેને જોતા જ બન્ને દેશના વડા હૈમ્બર્ગમાં મળવાના હતા. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક ચીની વિશેષજ્ઞના ઇન્ટરવ્યૂ મુજબ તે જાણકારે કહ્યું હતું કે ભારત 62ની લડાઇથી કોઇ શીખ નથી લીધી ત્યારે સેનાનો પ્રયોગ જ એક માત્ર રસ્તો બચ્યો છે તેને સમજાવવા માટે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચીનની તરફથી અનેક ધમકીઓ વારંવાર ભારતને આપવામાં આવી છે. પણ ભારતે પણ તેની સેનાને તે વિસ્તારથી હટાવી નથી અને પોતાનો પક્ષ સબળ રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે.

English summary
China today has said that time is not good for President Xi Jinping and Indian Prime Minister Narendra Modis meeting in Hamburg Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X