For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G-20 બેઠકમાં મોદી અને જિનપિંગેે કર્યા એક બીજાના વખાણ

જી-20ની બેઠકમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગ મેળવ્યા હાથસિક્કમ બોર્ડર પર તનાવપૂર્ણ સ્થિતિ પછી પણ બન્ને દેશોના નેતા કરી વાતચીત

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જી-20ના શિખર સંમેલન હેઠળ જર્મનીના હૈમ્બર્ગ ખાતે છે. જર્મન ચાન્સલર એન્જેલા માર્કેલે આ જર્મનીમાં યોજાઇ રહેલા આ સંમેલન માટે વિશ્વભરના નેતાઓનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં ટ્રંપ સમેત પુટિન અને ચીની રાષ્ટ્રપતિ પણ હાજર છે. આ સંમેલનમાં હાજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં આંતકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સાથે જ જીએસટી જેવા મોટા સુધાર અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલના સમયમાં દુનિયાને બ્રિક્સની લીડરશીપની જરૂર છે.

modi

સાથે જ ભારત ક્લાઇમેન્ટ એગ્રીમેન્ટને એક સારી ભાવના હેઠળ લાગુ કરશે. પોતાના ભાષણમાં આ સાથે મોદીએ ચીની રાષ્ટ્રપતિ જિંનપિંગને પણ શુભેચ્છા પાઠવી હતી બ્રિક્સ સમિટના આયોજનમાં ભારત પૂર્ણ સહયોગ આપશે તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જી-20ની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ એક બીજા સાથે હાથ પણ મેળવ્યો હતો. સિક્કમ સીમા પર બન્નેની સેના દ્વારા જે સેન્ડ ઓફ ચાલી રહ્યું છે તે પછી પણ બન્ને દેશો દ્વારા આ રીતે મુલાકાત કરતા આવનારા સમયમાં આ મુલાકાતને એક સકારાત્મક પહેલની રીતે જોવામાં આવી રહી છે.

English summary
Amidst the stand off, the Chinese President Xi Jinping appreciated India's strong resolve against terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X