For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની લાલ શહબાજ દરગાહમાં આતંકી હુમલો, 100ના મોત

પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સેહવાન સ્થિત લાલ શહબાજ કલંદર દરગાહમાં થયેલા એક આંતકી હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોનું મૃત્યુ થયું છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ના સિંધ પ્રદેશમાં સેહવાન સ્થિત લાલ શહબાજ કલંદર દરગાહમાં થયેલા એક આંતકી હુમલા માં ઓછામાં ઓછા 100 લોકોનું મૃત્યુ થયું છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલુકા હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ મોઇનુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે, આ બોમ્બ વિસ્ફોટ માં ઓછામાં ઓછા 100 લોકોનું મૃત્યુ થયું છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. આતંકી સંગઠન આઇએસઆઇએસ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

dargah

અહીં વાંચો - ISIS સ્ટાઇલમાં ચીનમાં થયો હુમલો, 5ના મોતઅહીં વાંચો - ISIS સ્ટાઇલમાં ચીનમાં થયો હુમલો, 5ના મોત

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનના અહેવાલો અનુસાર દરગાહમાં જ્યાં સૂફી રીત-રિવાજો કરવામાં આવે છે અ જ જગ્યાએ આ બોમ્બ વિસ્ફોટ થયો હતો. એસએસપી જસશોરો તારિક વિલાયતે ડૉનને જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં આ એક આત્મઘાતી હુમલો હોવાનું સામે આવ્યું છે, એક મહિલા બોમ્બ દ્વારા આ હુમલો થયો હોવાની આશંકા છે. તેમણે આગળ કહ્યું કે, સેહવાન પોલીસની જાણકારી અનુસાર આ એક આત્મઘાતી હુમલો હોઇ શકે છે.

English summary
More than 100 people dead as bomb rips through Lal Shahbaz shrine in Sehwan, Sindh Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X