For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય PM બનશે મોદી

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 20 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ઓસ્ટ્રેલિયાની યાત્રા પર જવાના છે અને આ યાત્રા દરમિયાન મોદી અત્રે એ કામ પૂરું કરશે જે તેમણે અમેરિકાની યાત્રા દરમિયાન અધૂરું મૂક્યું હતું.

બ્રિસબેનમાં જી-20 સમિટ
મોદી પોતાના આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આપને બતાવી દઇએ કે મોદી પહેલા એવા ભારતીય વડાપ્રધાન બનશે જે અત્રેની સંઘીય સંસદની સ્પેશિયલ જોઇંટ મીટિંગમાં હાજરી આપશે. અત્રે નોંધનીય છે કે મોદી પોતાના અમેરિકા પ્રવાસ પર પણ અમેરિકાની સંસદને સંબોધિત કરવાના હતા પરંતુ કોઇ કારણવશ એવું થઇ શક્યું નહીં.

હવે નરેન્દ્ર મોદી જ્યારે બ્રિસબેનમાં જી-20ના શિખર સમ્મેલનમાં ભાગ લેશે, ત્યાર બાદ અત્રેની સંયુક્ત બેઠકમાં ઓસ્ટ્રેલિયાની સંસદના સભ્યો અને નેતાઓને સંબોધિત કરશે.

ઓસ્ટ્રેલિયાઇ સાંસદ છે ખુશ
વડાપ્રધાન તરીકે મોદી પહેલી વાર ઓસ્ટ્રેલિયા જશે અને તેમની આ યાત્રાને ધ્યાનમાં રાખતા ત્યાંના ઘણા સાંસદોએ ખૂબ જ ખુશી જાહેર કરી છે. આ સાંસદોને આશા છે કે મોદી તેમને હિંદીમાં સંબોધિત કરશે.

modi
આ વાતે તેમની ખુશીને બેગણી કરી દીધી છે. તસ્માનિયાની સીનેટર લીઝા સિંહે જણાવ્યું કે મોદીના હિન્દીમાં સંબોધનનો અર્થ થશે કે તેઓ ભારતનું સન્માન, સંસ્કૃતિ અને ક્ષમતાઓનું સન્માન કરે છે અને સાથે ત્યાંની સંસ્કૃતિને સાથે લઇને ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે.

લીઝા અનુસાર અમારી સંસદ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે નરેન્દ્ર મોદી તેને સંબોધિત કરશે. આ ઉપરાંત અમારા માટે આ કોઇ મોટો વિષય નથી કે તેઓ કંઇ ભાષાનો ઉપયોગ કરશે.

English summary
Prime Minister Narendra Modi to address Australian Parliament. He will be the first Indian PM who will address Australian Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X