For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સમુદાય દ્વારા ન્યૂયોર્કમાં મોદીનું થયું ભવ્ય સ્વાગત

|
Google Oneindia Gujarati News

ભારતીય સમય મુજબ આજે સવારે સાડા ચાર વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશયાત્રાના બીજા પડાવરૂપે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચ્યા. જ્યાં ન્યૂયોર્કમાં તેમની હોટલ વાલ્ડોર્ફ એસ્ટોરિયા ખાતે ભારતીય સમુદાયના લોકોએ મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી કરી રાખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ ભારતીય સમુદાય હોટલની બહાર ઢોલ નગાડા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

સાથે ભારતીય સમુદાયના લોકોએ હોટલની બહાર પોસ્ટર લગાવીને મોદીનું સ્વાગત પણ કર્યું હતું. જો કે પટેલોની અનામતની માંગના કારણે અહીં સધન સિક્યોરિટી પણ જોવા મળી હતી. સાથે જ પાટીદારો માટે અનામત માંગી રહેલા પાટીદાર સમાજના લોકોએ પણ મોદીની હોટલની બહાર પ્રદર્શન કર્યું હતું.

narendra modi

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં બે દિવસ રહેવાના છે. અને તે અહીં અનેક જાણીતી કંપનીના સીઇઓ પણ મળવાના છે. અને સંયુક્ત રાષ્ટ્રની 70મી વર્ષગાંઠ નિમિત્તે મોદી સભાને પણ સંબોધિત કરશે. તથા ઓબામાની પીસકીપિંગ સમિટમાં પણ ભાગ લેશે. ત્યારે મોદીની આ વિદેશ યાત્રા અનેક રૂપે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

English summary
Prime Minister Narendra Modi on Thursday received a rousing welcome by the members of the Indian community here. He is in the US to participate in the United Nations summit on development and give a boost to his 'Make in India' and 'Digital India' programmes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X