For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના નામે વધુ એક ખિતાબ, ટોપ પર્ફોમિંગ લીડર્સમાં બીજા સ્થાને

|
Google Oneindia Gujarati News

ટોક્યો, 19 ડિસેમ્બર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વધુ એક ઉપબ્ધિ જોડાઇ ગઇ છે. મોદીએ વધું એક સફળતા પોતાના નામે કરી લીધી છે. વર્લ્ડના ટોપ પર્ફોર્મંસના મામલામાં નરેન્દ્ર મોદીએ બીજું સ્થાન મેળવ્યું છે. મોદી વર્લ્ડ ટોપ પરફોર્મંસ લીડરની શ્રેણીમાં દુનિયાના નેતાઓમાં બીજા નંબર પર છે.

મોદીની ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગનો નંબર આવે છે. આ સૂચિ જાપાની માર્કેટ રિસર્ચ ફર્મના એક સર્વેના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ સૂચિમાં સૌથી વધારે પરફોર્મ કરનારા નેતાઓની એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મોદીને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. જર્મનીની ચાંસેલર અંગેલા મૈર્કેલને આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે.

modi
સર્વે કરાવનારી ટોક્યોની કંપની જીએમઓ રીસર્ચે આ સર્વેમાં 26 હજાર લોકો સાથે વાતચીત કરી હતી. આ સર્વેમાં ચીનના રાષ્ટ્રપતિ શીને 10માંથી 7.5 નંબર મળ્યા છે. જ્યારે મોદીને 7.3 અને મૈર્કેલને 7.2 નંબર મળ્યા છે.

ચીનના જાણીતા વિશેષજ્ઞ એંથની સૈશે આ સર્વેના આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું. મોદી ઉપરાંત આ સૂચીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસો ઓલાંદ, જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનનો પણ સમાવેશ થાય છે.

English summary
Prime Minister Narendra Modi was placed No 2, behind Chinese President Xi Jinping, in a list of 30 top performing world leaders by a Japanese market research firm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X