For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ની વરસી પર નવાજ શરીફ સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવશે મોદી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 નવેમ્બર: ભારતે સ્પષ્ટ કરી દિધું છે કે બુધવારે નેપાળમાં સાર્ક શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની પીએમ નવાજ શરીફ સાથે મુલાકાત થશે નહી. આ સાથે જ નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઘેરશે. 'ટાઇમ્સ નાઉ'ના અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવાજ શરીફની હાજરીમાં જ 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવશે.

જો કે બુધવારે અચાનકથી 26/11ના આતંકવાદના હુમલાની વરસી પણ છે. 26 નવેમ્બર 2008ના રોજ પાક્સિતાનથી આવેલા આતંકવાદીએ મુંબઇની અલગ-અલગ જગ્યાઓ પર હુમલો કરી 25 વિદેશીઓ સહિત 166 લોકોના જીવ લીધા હતા. આ હુમલામાં 304 લોકોને ઇજા પહોંચી હતી.

sharif-modi-1

એવામાં નરેન્દ્ર મોદી માટે બુધવારે તક મળી જશે. સૂત્રોના અનુસાર બુધવારે સાર્ક સંમેલનમાં નરેન્દ્ર મોદી આ અવસરનો લાભ ઉઠાવશે. તે પોતાના ભાષણમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવશે. આ દરમિયાન તે 26/11નો ઉલ્લેખ કરી નવાજ શરીફને શરમાવવાનો પ્રયત્ન કરશે.

આ સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે રાત્રે સાર્ક સંમેલનમાં મોદી-નવાજની મુલાકાતો પર લગાવવામાં આવતાં અનુમાનો પર એમ કહીને પૂર્ણવિરામ લગાવી દિધું છે કે બુધવારે બંનેની મુલાકાત એજંડામાં નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન ભારતના વલણથી સારી રીતે પરિચિત છે. પાકિસ્તાન દ્વારા પણ મુલાકાતને લઇને કોઇ અનુરોધ કરવામાં આવ્યો નથી.

આ પહેલાં સાર્ક સંમેલન માટે કાઠમાંડૂ પહોંચેલા પાક્સિતાનના વડાપ્રધાન નવાજ શરીફે ભારત સાથે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે નવાજ શરીફે કહ્યું હતું કે તેના માટે ભારતે જ પહેલ કરવી પડશે. નવાજ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે, પરંતુ દડો ભારતના ખોળામાં છે. નવાજ શરીફે કહ્યું 'ભારતે જ બંને દેશો વચ્ચે વિદેશ સચિવ સ્તરીય વાતચીતને ખતમ કરી દિધી હતી. એવામાં હવે પહેલ ભારતે જ કરવી પડશે.

English summary
While addressing the South Asian Association for Regional Cooperation (SAARC) Summit on Wednesday, Prime Minister Narendra Modi is likely to raise the 26/11 Mumbai attacks in presence of Pakistan Premier Nawaz Sharif.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X