For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્ર તત્ર સવત્ર છવાયો "મોદી મેનિયા"

|
Google Oneindia Gujarati News

એકતરફ જ્યાં ટાઇમ્સ મેગેઝિન દ્વારા અમેરિકાના પ્રમુખ ઓબામાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરપૂર વખાણ કર્યા ત્યાં જ બીજી તરફ કેનેડાની સમગ્ર વિદેશ યાત્રા દરમિયાન કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર મોદીની સાથે સાથે ફર્યા. જે દર્શાવે છે કે મોદી મેનિયા બધા પર છવાયેલો છે.

તમને યાદ છે કે આ પહેલા કોઇ ભારતીય વડાપ્રધાન માટે કદી પણ આવું થયું હોય? અમેરિકા, કેનેડા, જર્મની, તે જ્યાં જાય ત્યાં લોકો તેમનો આવો સત્કાર કરે અને તેમને આટલું મહત્વ આપે, તેમના આ રીતે વખાણ કરે?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશ યાત્રાના છેલ્લાં પડાવમાં કેનેડાના વૈંકૂવરમાં પહોંચ્યા. જ્યાં તેમણે ત્યાંના ગુરુદ્વારા અને લક્ષ્મી નારાયણ મંદિરની મુલાકાત લીધી. નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર પણ આ સમગ્ર યાત્રામાં મોદીની સાથે જ રહ્યા.

વધુમાં વૈંકૂવરમાં જતા પહેલા મોદીએ ટેરેન્ટોમાં એર ઇન્ડિયા મેમોરિયલ જઇને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી. વધુમાં તેમણે પેન્સન ફંડના મેનેજર્સ જોડે પણ બેઠક કરી તેમને ભારતમાં રોકાણ કરવાનો આગ્રહ કર્યો.

ત્યારે કેવો રહ્યો મોદીનો કેનેડાનો અત્યાર સુધીનો સફર તેની પર એક નજર કરીએ તસવીરોના માધ્યમથી, જુઓ આ સ્લાઇડર..

પેન્સન ફંડ જોડે મીટીંગ

પેન્સન ફંડ જોડે મીટીંગ

ગુરુવારે સવારે કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેન્શન ફંડ મેનેજર્સ જોડે બ્રેકફાસ્ટ મીટીંગ કરી. જેમાં તમને કેનેડાના આ મોટા રોકણ ફંડને ભારતમાં રોકણ કરવા આમંત્રણ આપ્યું. તો બીજી તરફ આ અધિકારીઓએ પણ મોદીને આશ્વાસન આપ્યું કે ભારત તેમની ટોપ પ્રાયોરીટમાં રહેશે.

મૃતકોને શ્રદ્ધાજંલિ

મૃતકોને શ્રદ્ધાજંલિ

ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર અને નરેન્દ્ર મોદીએ ટોરેન્ટોમાં એર ઇન્ડિયા મેમોરિયલની મુલાકાત લઇને મૃતકોને શ્રદ્ધાજંલિ અર્પી.

ભારતીયોને મળ્યા

ભારતીયોને મળ્યા

વધુમાં ટોરેન્ટોમાં આવેલ એર ઇન્ડિયા મેમોરિયલ ખાતે તે આ દુર્ધટનામાં માર્યા ગયેલ ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા અને તેમને આ દુ:ખદ ધટના માટે આશ્વાસન આપ્યું.

મોદીએ મારું નાક ખેચ્યું

મોદીએ મારું નાક ખેચ્યું

જ્યારે વડાપ્રધાન ટોરેન્ટોમાં એર ઇન્ડિયા મેમોરિયલની અને આ દુર્ધટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને મળી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમૂજમાં ત્યાં શાંત ઉભેલા એક બાળકનું નાક ખેંચ્યું. અને તે બાળક શરમાઇને હસી પડ્યો.

મોદી પહોંચ્યા વૈંકૂવર

કેનેડાની પોતાની વિદેશયાત્રાના અંતિમ પડાવમાં મોદી વૈંકૂવર પહોંચ્યાં. જ્યાં પણ મોટી સંખ્યામાં ભારતીય સમુદાય તેમને હવાઇ મથક પર આવકારવા પહોંચ્યો. નોંધનીય છે કે અહીં પણ કેનેડા વડાપ્રધાન તેમની સાથે રહ્યા.

ગુરુદ્વારામાં મોદી ટેક્યું માથું

વૈંકૂવર પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર ત્યાંના પ્રસિદ્ધ ગુરુદ્વારની મુલાકાત લઇ ધન્યતા અનુભવી. અહીં મુખ્ય ગ્રંથી સોહન સિંહે તેમને શાલ અને સરોપાની ભેટ આપી.

મોદીએ કરી શીખ મ્યુઝિયમની મુલાકાત

અહીં વડાપ્રધાને શીખ મ્યુઝિયમની મુલાકાત લીધી. અને ત્યારબાદ અહીંના ભારતીય સમુદાયને સંબોધ્યો. જેમાં તેમણે કહ્યું કે "ગુરુનાનકની કર્મભૂમિમાં ફળ મેળવવા બધાએ સંધર્ષ કરવો પડે છે. ભગવાન ખાલી હાથની રેખાઓ આપે છે તેમાં રંગ આપણે ભરવો પડે છે"

મોદીએ કહ્યું બનો "પ્રાઉડ ઇન્ડિયન"

મોદીએ અહીં શીખ સમુદાયના લોકોના વખાણ કરતા કહ્યું કે ભારતને કેનેડામાં આટલો આદર તમારા કરેલા અહીં કરેલા સારા કામોના લીધે મળે છે. વધુમાં તેમણે દુનિયાભરમાં રહેતા ભારતીયોને સૂચન કર્યું કે "તમે જ્યાં પણ રહો ત્યાં તેવી વસ્તુઓ કરો જેથી ભારતનું નામ ઊંચુ થાય."

લક્ષ્મી નારાયણ મંદિર

ગુરુદ્વારા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે અહીંના લક્ષ્મી નારાયણ મંદિરની મુલાકાત લીધી.

હમ સાથ સાથ હૈ

હમ સાથ સાથ હૈ

તેવું પહેલી વાર બન્યું કે ભારતીય વડાપ્રધાનની સમગ્ર વિદેશ યાત્રામાં અન્ય દેશના વડાપ્રધાન તેમની સાથે રહ્યા હોય. કેનેડાએ એક શ્રેષ્ઠ હોસ્ટની ભૂમિકા ભજવી અને મોદીની આ સમગ્ર વિદેશયાત્રામાં વડાપ્રધાન સ્ટીફન હાર્પર તેમની સાથે રહ્યા.

મોદી થયા કોઇનાથી ઇમ્પ્રેસ

કેનેડાની આ મુલાકાત દરમિયાન જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોટી મોટી હસ્તીઓને મળી રહ્યા હતા ત્યાં જ તેમણે કેટલીક નાના લોકોની પણ મુલાકાત લીધી. તેમણે લિબરલ નેતા જસ્ટીનની પુત્રી એલા ગ્રેસની જોડે હાથ મિલાવ્યો.

કેનેડાના છાપામાં મોદી મેનિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસની વિદેશ યાત્રામાં ત્રણેય દિવસ મોદીને કેનેડાના તમામ મુખ્ય અખબારોના ફન્ટ પેઝ પર રહ્યા.

મોદીએ કહ્યું, બાય બાય વૈંકૂવર

આજે આ યાત્રાના અંતિમ દિવસે મોદીએ કહ્યું વૈંકૂવરને બાય બાય. જતા જતા તેમણે કેનેડાની પોલિસ અને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન જોડે પડાવ્યું ગ્રુપ સ્લેફી.

મોદીએ કહ્યું "થેક્યૂ કેનેડા"

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરનો આભાર માન્યો અને કેનેડાની અદભૂત મેજબાની માટે થેક્યૂ કહ્યું. વધુમાં તેમણે સ્ટીફનને એક સારા મિત્ર અને ઉમદા વ્યક્તિ તરીકે સંબોધ્યા.

English summary
Prime Minister Narendra Modi after reaching Vancouver, visited a Gurdudwara as he was accompanied by his Canadian counterpart Stephen Harper here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X