For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં 20,000 દંપતિઓને મળી બીજા બાળકની પરવાનગી!

|
Google Oneindia Gujarati News

china
બેઇજીંગ, 7 સપ્ટેમ્બર: ચીનની રાજધાની બેઇજીંગમાં સરકારે ગઇ 21 ફેબ્રુઆરીના રોજ પરિવાર નિયોજન નીતિમાં છૂટ આપતા લગભગ 20,000 દંપતિઓને બીજા બાળક માટેની પરવાનગી આપવામાં આવી છે.

સમચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે બેઇજીંગ મ્યુનિસિપલ કમીશન ઓફ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, બીજા બાળકની ઇચ્છા ધરાવનાર 21,249 દંપતિઓમાંથી 19,363 દંપતિઓની અરજીઓને માન્ય કરી લેવામાં આવી છે.

વર્ષ 2013ના અંતમાં ચીને પોતાના દાયકા જૂના 'વન ચાઇલ્ડ' નીતિમાં ઢીલ આપી, જેને વસ્તી નિયંત્રણના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી હતી.

ચીનમાં એક બાળક નીતિના કારણે ઘણા દંપતિઓ ગર્ભપાતનો સહારો લેતા હતા, કારણ કે મોટાભાગના લોકોની પ્રાથમિકતા યુવતીના બદલે યુવકના માતા-પિતા બનવાની હોય છે. તેના કારણે 2010માં ચીનનો લૈંગિક રેશિયો 100 મહિલાઓ સામે 118 પુરુષ થઇ ગયા હતા.

English summary
Nearly 20,000 couples allowed to have second child in China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X