For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત 86 કલાક જાગીને 500 કિમી. દોડી મહિલા, રચ્યો વિશ્વ રેકોર્ડ!

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટન, 24 ડિસેમ્બર: માનવના જીવનની સૌથી જરૂરી કોઇ વસ્તુ હોય તો તે છે નિંદ્રા. તેના વગર બે મિનિટ પણ કામ કરવું કોઇ વ્યક્તિ માટે સંભવ નથી. પરંતુ જો કોઇ વ્યક્તિ થોડી પણ નિંદર લીધા વગર 86 કલાક દોડીને એક નવું કીર્તિમાન સ્થાપિત કરે તો તે સૌના આકર્ષણનું કેન્દ્ર બને તો સ્વાભાવિક છે.

ન્યૂઝીલેન્ડના શહેર આકલેન્ડમાં રહેનાર 47 વર્ષીય એક મહિલા અને ચાર બાળકોની માતા કિમ એલેનએ એક સ્પર્ધા દોડમાં પહેલાના 486 કિલોમીટરના રેકોર્ટને તોડી પાડ્યો છે. પરંતું આ મહિલા પોતાની દોડમાં એટલી મશગૂલ હતી કે તેને ખબર જ ના પડી કે તે ક્યારે 12 મેરાથનની બરાબર દોડી ચૂકી છે. કિમે 86 કલાકમાં કૂલ 500 કિલોમીટર દોડી હતી.

kim allan
કિમની ટીમે તેને રોકાવા માટે એટલા માટે ના કહ્યું કારણ કે તેણી તે સમયે એક વિશ્વ રેકોર્ડ રચવા જઇ રહી હતી. પોતાની દોડના અંતિમ પડાવમાં પહુંચ્યા પર તેની ટીમની એક સભ્યએ એક સ્થાનીય રિપોર્ટરને આની જાણકારી આપી.

દૌડ લગાવવા દરમિયાન મહિલાના પેટમાં દુ:ખાવો પણ થયો, પરંતુ તેણે રોકાવાનું નામ ના લીધું. પગમાં દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે તેણે બૂટના આગળના ભાગને કાણું પાડી દીધું. જેથી પગની આંગળીઓના દુ:ખાવામાંથી રાહત મળે.

English summary
New Zealand woman runs 500kms in over 86 hours without sleep.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X