For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની મોટી ડિપ્લોમેટિક જીત, બ્રિક્સ બેંકને મળી મંજૂરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

brics-bricsbank
ફોર્તેલેજા, 16 જુલાઇ: બુધવારે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ભાગમાં એક મોટી ડિપ્લોમેટિક જીતના સમાચાર આવ્યા કે બ્રિક્સ બેંકને મળી ગઇ. બ્રિક્સ દેશો એટલે કે બ્રાજીલ, રૂસ, ભારત, ચીન અને સાઉથ આફ્રીકાએ જાહેરાત કરી કે તે વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટ્રી ફંડ એટલે કે આઇએમએફને પડકાર ફેંકવા માટે એક બ્રિક્સ બેંકની સ્થાપના કરવા જઇ રહ્યાં છે.

આ નવી ડેવલોપમેન્ટ બેંક ચીનના શાંઘાઇમાં હશે અને તેને બિલિયન ડોલરની શરૂઆતી પૂંજી સાથે શરૂ કરવામાં આવશે. બ્રિક્સ સમૂહ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત આ બેંકના પ્રથમ અધ્યક્ષની જાહેરાત કરશે.

બ્રાજીલના ફોર્તલેજામાં હાલમાં ચાલી રહેલી છઠ્ઠી બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન રૂસ અને બ્રાજીલ આ બેંકના બીજા અધિકારીઓની પસંદગી કરશે. પાંચ દેશો તરફથી કહેવામાં આવ્યું છે કે તે બેંક માટે 100 બિલિયન ડોલરની પૂંજી મળીને એકઠી કરશે અને આ પૂંજીનો ઉપયોગ સંકટ સમયે કરવામાં આવશે.

બધા દેશો તરફથી એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા ખતરામાં હોય તો અમેરિકાના ફેડરલ રિજર્વ તરફથી બ્રિક્સ દેશોની મદદ માટે પગ ખેંચવામાં આવ્યા હતા. બ્રાજીલના રાષ્ટ્રપતિ દિલમા રાઉસેફે કહ્યું કે અમેરિકામાં વ્યાજ દરોમાં થયેલો વધારો અને આ પ્રકારની પરિસ્થિતીઓથી પેદા થયેલી અસ્થિરતાને આ બેંક ઓછી કરવામાં મદદગાર સાબિત થશે. ભારતની કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણ તરફથી પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી.

English summary
Nod for BRICS bank given in BRICS summit a diplomatic win for Narendra Modi. A big victory for India and Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X