For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત માટે રવાના થતા પહેલા ઓબામાએ કર્યા મોદીના વખાણ

|
Google Oneindia Gujarati News

વોંશિગ્ટન, 23 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત આવતા પહેલા ભારતીય ન્યૂઝ મેગેઝીન ઇન્ડિયા ટૂડેને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા, જ્યારે પાકિસ્તાનને આતંકવાદીઓને છાવરનાર ગણાવ્યું. સાથે જ જણાવ્યું કે પાકિસ્તાને મુંબઇ હુમલાના ગુનેગારને સજા આપવી જ પડશે.

મોદીના વખાણ

  • ઓબામાએ આ ઇન્ટરવ્યૂમાં મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટવા માટે ભારતીયોની ઇચ્છાશક્તિને દર્શાવે છે.
  • ઓબામાએ જણાવ્યું કે એક ચાવાળાથી લઇને વડાપ્રધાન બનવા સુધીની મોદીની સફર ખૂબ જ વખાણવા લાયક છે.
  • તેમણે જણાવ્યું કે ભારતને મુખ્ય રીતે શું મેળવવાનું છે તેને લઇને મોદીનું વિઝન એકદમ સ્પષ્ટ છે.
  • ઓબામાની માનીએ તો તેઓ મોદીની ઊર્જાથી ખૂબ જ પ્રભાવિત છે.
  • ઓબામા અનુસાર મોદી વિકાસના માર્ગમાં આવનારી તમામ અડચણોને દૂર કરવા માટે તૈયાર છે.

obama
સન્માન થકી સંબંધો

  • ઓબામાએ જણાવ્યું કે બે વખત ભારત પ્રવાસ કરનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનવા પર મને ખૂબ જ ખુશી છે.
  • ઓબામાની માનીએ તો ભારત અને અમેરિકાના સંબંધોમાં એકબીજાનો સન્માન છે.
  • બંને દેશોનો ઇતિહાસ અને પરંપરા અલગ છે પરંતુ અમે એ મજબૂતીને મહત્વ આપીએ છીએ જે અમારા સંબંધમાં સામેલ છે.
  • આ બંને દેશોના હિતોને માન્યતા આપે છે, અને અમે સાથે મળીને કામ કરીશું.
  • આવું કરવાથી અમારા લોકો માટે વધારેમાં વધારે રોજગારોનું સર્જન થશે.
  • એ સત્ય છે કે જેમ બંને દેશ ઇચ્છે છે કે હંમેશા તેટલી ઝડપથી પ્રગતિ નથી થતી.
  • આ ઉપરાંત અમેરિકા-ભારતની વચ્ચેના સંબંધોમાં વધુ મજબૂતી આવી છે.
  • છેલ્લા ઘણા વર્ષોમાં અમે બંને દેશોની વચ્ચે વ્યાપારને 60 ટકા જેટલો વધાર્યું છે.
  • તેનાથી અમેરિકનો અને ભારતીયો માટે રોજગારોનું સર્જન થયું છે.
  • તેમણે જી20ની ભૂમિકા વધારવા પર ભાર મૂક્યો છે, જેનાથી ભારત અને અન્ય બીજી અર્થવ્યવસ્થાઓને પણ પ્રતિનિધિત્વ મળે.
  • યૂએન સિક્યોરિટી કાઉંસિલમાં ભારતને સ્થાઇ સભ્ય તરીકે પણ સામેલ કરવાની વકાલત કરી.
  • બંને દેશોની સેનાઓ વધારે સૈન્ય અભ્યાસોને અંજામ આપી રહી છે.

પાકિસ્તાનને ચેતાવણી

  • ઓબામાએ આની સાથે પાકિસ્તાનને પણ ચેતાવણી આપી છે
  • આતંકવાદની વિરુદ્ધ લડતમાં ભારતીય-અમેરિકન સાથે છે.
  • ભારત અને અમેરિકા પાકિસ્તાનને આતંકવાદીઓનું આશ્રય સ્થાન નહીં બનવા દે.
  • 9/11 અને 26/11ના હુમલા બાદ બંને દેશ પોતાની સુરક્ષાના મામલે સાથે ઊભા છે.
  • પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું કે અમેરિકા આતંકવાદ સામેની લડતમાં તેની સાથે છે.
  • પાકિસ્તાનમાં આતંકવાદને આશ્રય આપવું સાખી નહીં લેવાય
  • મુંબઇ હુમલાના આરોપીઓને સજા મળવી જોઇએ.
English summary
Before his arrival to India, US President Barack Obama praises Modi and calls Pakistan a safe heaven for Terrorists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X