For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સુરક્ષિત નથી હિન્દુ મંદિર, ફરી લખાયો વિવાદીત સંદેશ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 20 એપ્રિલ: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું બેવડું વલણ ફરી એકવાર દુનિયાની સામે આવી ગયું છે. અમેરિકામાં એક પછી એક હિન્દુ મંદિરો પર હુમલા થઇ રહ્યા છે જે રોકાવાનું નામ જ નથી લઇ રહ્યા. અમેરિકાના ઉત્તરી ટેક્સાસના ઓલ્ડ લેક હાઇલેંડ સ્થિત હિન્દુ મંદિર પર ઘણા લોકોએ તોડફોડ કરી છે.

મંદિરોની દીવાર પર ક્રોસના નિશાન સ્પ્રે પેઇન્ટથી બનાવવામાં આવ્યા છે. સાથે જ 666ને દીવાલ પર સ્પ્રે કરવામાં આવ્યું છે. મંદિરની દેખરેખ બોર્ડના સભ્યો કૃષ્ણ સિંહનું કહેવું છે કે તેમણે ગયા અઠવાડીયે મંદિરો પર વિવાદત ચિત્રો પણ જોયા હતા.

america
અત્રે નોંધનિય છે કે હાલમાં જ ભારતના પ્રવાસ પર આવેલા બરાક ઓબામાએ ભારતમાં તમામ ધર્મો પ્રત્યે સંવેદનશીલ હોવાની પણ વાત કહી હતી. પરંતુ અમેરિકામાં સતત બે વાર હિન્દુ મંદિરો પર આ પ્રકારનો હુમલો થયો છે પરંતુ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેની પર કો ટિપ્પણી કરી નથી.

અમેરિકામાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. આ પહેલા વોશિંગ્ટનમાં ફેબ્રુઆરીમાં એક મંદિર પર વિવાદિત સંદેશ લખવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બાદ 26 ફેબ્રુઆરીના રોજ એકવાર ફરી એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો અને મંદિરની ઇંટોને તોડી દેવામાં આવી હતી અને આની પર ભય લખી દેવામાં આવ્યું હતું.

English summary
A Hindu temple in the US has been vandalised with nasty images spray-painted on its walls, the latest such incident in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X