For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હાફિઝ સઇદ સામે લાચાર છે પાક. સેના અને ISI

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 18 એપ્રિલ: દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદીઓમાં ગણતા આતંકવાદી આફિસ સઇદે એકવાર ફરીથી પાકિસ્તાન અને પાકિસ્તાની સેનાનો અસલી ચહેરો સૌની સામે રાખી દીધો છે. એક મુલાકાત દરમિયાન હાફિસ સઇદે ખુદ પાકિસ્તાનને બેનકાબ કરી દીધું છે અને જણાવ્યું છે કે તેમના સંગઠનને કાશ્મીરમાં ઝેહાદ માટે પાકિસ્તાની સેના મદદ કરે છે.

પાક સેના અને આઇએસઆઇ કરે છે મદદ
ભારત હંમેશાથી આ મુદ્દાને ઊઠાવતું રહ્યું છે કે હાફિઝ સઇદ પાક સેના અને આઇએસઆઇની યોજનાઓને અંજામ આપવામાં મહત્વનું યોગદાન આપે છે. કાશ્મીરમાં પાક સેના હાફિઝ સઇદના ઇશારા પર કામ કરે છે. પરંતુ જે પ્રકારે હાફિસ સઇદે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે ત્યાર બાદ પાકનો અસલી ચહેરો હવે દુનિયાની સામે આવી ગયો છે.

hafiz saeed
પાક. કેમ આતંકીઓની મદદ ઇચ્છે છે
હાફિઝ સઇદ ખુદને જમાત ઉદ દાવા અથવા લશ્કર એ તૈયબાના પ્રમુખ તરીકે ગણાવી શકે છે. પરંતુ હકિકત એ છે કે તમામ સંગઠનો પર અમેરિકા, યૂએન અને ભારતે પાબંદી લગાવી રાખી છે. એવામાં આ વાત ને સ્પષ્ટ કહી શકાય છે કે આ તમામ આતંકી સંગઠન છે.

હાફિઝની સામે પાક સેના અને આઇએસઆઇ લાચાર
હાફિઝની કેટલી હિમ્મત છે કે તે મીડિયાની સામે સ્વીકારી રહ્યો છે કે તેને પાકિસ્તાન અને આઇએસઆઇ તરફથી મદદ મળી રહી છે. અને પાકિસ્તાન સરકાર તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી પણ કરી શકતી નથી. જ્યારે બીજી તરફ પાકિસ્તાન પોતાને લોકતાંત્રિક દેશ ગણાવે છે. પરંતુ પાકિસ્તાન અને આઇએસઆઇનો બોસ આફિઝ સઇદ હોય તેવું લાગી રહ્યું છે.

વીડિયોમાં જુઓ હાફિઝ સઈદનો સંપૂર્ણ ઇન્ટરવ્યૂ....

English summary
Pak Army and ISI has been exposed worldwide for supporting terrorists in Valley against India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X