For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેશાવરમાં સ્કુલ પર થયેલા હુમલાના પાંચ આતંકીઓને મોતની સજા

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે પાંચ ખુંખાર આતંકવાદીઓને મોતની સજા તથા અન્ય એકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ બધાં જ આતંકવાદીઓ પાછલા વર્ષે પેશાવરમાં થયેલા આતંકી હુમલાના દોષિત છે. આ હુમલાના અન્ય એક દોષીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

Pakistan

આવો જાણીએ આ ચુકાદાના કેટલાક ખાસ મુદ્દા:
1. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફે આ તમામ આતંકીઓને મોત સજાની પુષ્ટી કરી છે.
2. આપને યાદ હશે કે પાછલા વર્ષે પાકિસ્તાનમાં પેશાવરની એક શાળા પર ખતરનાક આતંકી હુમલો થયો હતો.
3. આ હુમલામાં 150 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના બાળકો હતા.
4. સૈન્ય અદાલતે મે મહિનામાં કરાંચીમાં થયેલા એક બસ હુમલામાં શામેલ એક દોષીતને મોતની સજા સંભળાવી છે.
5. કરાંચીના સફુરા ચૌરંગી વિસ્તાર નજીક હુમલામાં 40થી વધુ લોકોના મોત થયા હતા.
6. આ આતંકવાદીઓ સિવાય અન્ય એક આતંકી જૈશે મોહમ્મદનો સક્રિય સભ્ય છે.
7. જેને વર્ષ 2011માં કરાંચીના સફુરા ચોકમાં પાકિસ્તાની રેન્જર્સના સૈનિકો પર હુમલામાં શામેલ હોવાને લઈને મોતની સજા સંભળાવવામાં આવી.
8. મહત્વપૂર્ણ છે કે 14 ઓગસ્ટના રોજ પણ આ સમાચાર હતા, પણ ત્યારે દોષીતો પાસે અપીલ કરવાની તક હતી. પરંતુ હજી સુધી કોઈએ અપીલ નથી કરી.
9. જો કે હાલમાં સુરક્ષાના કારણોને લઈને ફાંસીની તારીખ અને સ્થળનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

English summary
Five 'hardcore terrorists' were today sentenced to death by Pakistan's recently legalised secret military courts for their involvement in sectarian killings and attack on a girls' school.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X