For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેશાવર હુમલાનો માસ્ટરમાઇન્ડ સદ્દામ ઠાર મરાયો

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 26 ડિસેમ્બર: પેશાવરની આર્મી શાળામાં 16 ડિસેમ્બરના રોજ જે હુમલો થયો હતો, તેમાં આતંકવાદીઓને મદદગાર રહેલા એક આતંકવાદી કમાંડરને સુરક્ષાદળોએ ખૈબર એજંસીમાં ગુરુવારે મોડી રાત્રે ઠાર માર્યો છે. આ આતંકવાદીનું નામ સદ્દામ હતુ અને માનવામાં આવી રહ્યું છે કે આર્મી શાળામાં બાળકો પર થયેલા ક્રૂર હુમલાની પાછળ તે માસ્ટરમાઇન્ડ હતો.

સદ્દામ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો આતંકવાદી હતો અને જમરૂદ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના ઓપરેશમાં ઠાર મરાયો. સમાચાર અનુસાર આતંકવાદી કમાંડર સદ્દામ 2013માં પોલિયો ટીમ પર હુમલો કરવાના ષડયંત્રમાં સામેલ હતો. જેમાં 11 સુરક્ષાકર્મિયોના મોત થયા હતા.

peswar
ખૈબર એજન્સીના એક અધિકારીએ પેશાવરમાં પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન જણાવ્યું કે સદ્દામ ગુરુવાર રાત્રે જમરૂદ વિસ્તારમાં ઠાર મરાયો હતો. અને આ દરમિયાન તેના એક સાથીની ધરપકડ કરી લેવામાં આવી. તેમણે જણાવ્યું કે તહરિક-એ-તાલિબાન (ટીટીપી)ના તારિક જદાર ગ્રુપના મુખ્ય સામરિક કમાંડર સદ્દામ તાલિબાની બંદૂકધારીઓને આર્મી પબ્લિક શાળા પર હુમલામાં મદદ પહોંચાડી રહ્યો હતો.

આ હુમલામાં 132 બાળકો સહિત 148 લોકોના મોત થઇ ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે સદ્દામ પર ઘણા કબાયલી વૃદ્ધોની હત્યાના પણ આરોપ છે. ઓક્ટોબર મહીનામાં ખૈબર એજન્સીમાં શરૂ કરવામાં આવેલ 'ઓપરેશન ખૈબર વન' હવે એજન્સીના અન્ય વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકવાદીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે.

English summary
Pakistan kills Peshawar school massacre planner and Taliban commander Saddam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X