For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM શરીફે હટાવ્યો પ્રતિબંધ, પાકિસ્તાનમાં આતંકીઓને મળશે ફાંસી

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 18 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવરમાં સેનાની શાળામાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નવાઝ શરીફે સખત વલણ દાખવતા આતંકવાદીઓને ફાંસીની સજા પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. પેશાવરના આર્મી શાળામાં તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓ દ્વારા બાળકોની હત્યા બાદ નવાઝ શરીફે આતંકવાદના કેસોમાં ફાંસીની સજા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.

pakistan
નવાજ શરીફે પેશાવર હુમલામાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે નિર્દોષ બાળકોની કુર્બાનીઓને વ્યર્થ નહી જાય. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં હવે સેનાની મદદથી આખા દેશમાં આતંકનો સફાયો કરવામાં આવશે.

ત્યારબાદ નવાઝ શરીફે મંત્રીઓની કમિટી દ્વારા આતંકવાદીઓને ફાંસી પર પ્રતિબંધને હટાવવાના નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. શરીફે જણાવ્યું કે હવે આતંકવાદીઓ સાથે કોઇ વાતચીત નહીં કરવામાં આવે.

નોંધનીય છે કે પાકિસ્તાનના પેશાવરમાં આર્મી શાળામાં તાલિબાનના આતંકવાદીઓએ શાળાના બાળકોને નિશાના લઇ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને 132 બાળકો સહિત 141 લોકોને મોતને ઘાટ ઊતારી દીધા હતા. આ ઘટના બાદ આતંકવાદી સંગઠન તહેરીકે તાલિબાને જણાવ્યું હતું કે તેમને કોઇ અફસોસ નથી.

English summary
Pakistan Prime Minister Nawaz Sharif revoked the ban on hanging of convicted terrorists, paving the way for execution of thousands of militants, who are on death row for years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X