For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે દુનિયા સામે ના સ્વીકાર્યુ તે પોતાના લશ્કરને કહ્યું નવાઝે

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝશરીફ જે બુધવારે પાકની સંસદમાં ભારતને ઉરી હુમલાના દોષી અને પાકિસ્તાનને આતંકવાદથી પીડિત બતાવી રહ્યુ હતુ, તેણે હવે પોતાનુ વલણ બદલી દીધુ છે.નવાઝે સેનાને આદેશ આપ્યો છે કે તે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે અને તેમને ખતમ કરે. એટલુ જ નહિ નવાઝે પઠાણકોટ આતંકવાદી હુમલાની તપાસ પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવાના આદેશ આપ્યા છે.

nawaz sharif army


મુંબઇ હુમલાની તપાસના પણ આદેશ
નવાઝે ઑથોરિટીઝને એ પણ આદેશ આપ્યા છે કે તેઓ મુંબઇ હુમલાની અટકી ગયેલી તપાસને પણ ફરીથી શરુ કરે. સરકાર તરફથી સેનાને ચેતવણી આપવામાં આવી છે કે પાક હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર એકલુ પડી જવા માટે મજબૂર છે એવામાં આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. પાકના વર્તમાનપત્ર ધ ડૉને આ જાણકારી આપી છે.

આઇએસઆઇ સાથે બનાવશે રણનીતિ

ડૉનની માનીએ તો ઇન્ટર-સર્વિસીઝ ઇંટેલીજંસ ચીફ લૅફ્ટેનંટ જનરલ રિઝવાન અખ્તર અને પાકના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર નસીર જંજુઆ ટૂંક સમયમાં પાકના ચાર પ્રાંતોની મુલાકાત લેશે અને આઇએસઆઇ સાથે મળી કોઇ રણનીતિ તૈયાર કરી શકે છે.

વિપક્ષે કર્યા નવાઝને મજબૂર

નવાઝે બુધવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યુ હતુ. તેમણે ત્યાં જે કંઇ પણ કહ્યું તે બાદ વિપક્ષે તેમને આઇનો બતાવી દીધો હતો.
વિપક્ષ તરફથી નવાઝને જણાવવામાં આવ્યુ કે પાકિસ્તાન કૂટનીતિ ક્ષેત્રે અસફળ થઇ ચૂક્યુ છે અને આજે દુનિયામાં એકલુ પડી ગયુ છે. ક્યાંકને ક્યાંક વિપક્ષે નવાઝને કડક વલણ અપનાવવા પર મજબૂર કર્યા હતા.

English summary
Pakistan Prime Minister Nawaz Sharif asks army to kill militants or face isolation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X