પાકિસ્તાનમાં પસાર થયો હિંદુ મેરેજ બિલ 2017, જાણો આ બિલ વિષે

પાકિસ્તાનમાં રહેતા તમામ હિંદુઓ માટે આજે ખુશીનો દિવસ છે. પાકિસ્તાનની આઝાદીના આટલા વર્ષો વીત્યા પછી તેમને પોતાનો કહીં શકાય તેવો કાયદો મળ્યો છે. જાણો તે વિષે વધુ

Subscribe to Oneindia News

પાકિસ્તાન સંસદે શુક્રવારે હિંદુ મેરેઝ બિલ 2017ને મંજૂર કર્યો છે. આ બિલને પસાર કરતા જ પાકિસ્તાનમાં રહેતા તમામ હિંદુઓને પહેલી વાર પોતાનો વ્યક્તિગત કાયદો મળ્યો છે. આ બિલને 26 સપ્ટેમ્બર 2016ના રોજ રાષ્ટ્રીય સભામાં મંજૂરી મળી હતી. આ બિલના પસાર થતા જ હવે પંજાબ, બલૂચિસ્તાન જેવી જગ્યાએ રહેતા હિંદૂઓને પોતાના લગ્નને રજિસ્ટર કરાવવાનો અધિકાર મળશે. સિંધ પ્રાંતમાં પહેલા જ હિંદુ મેરેઝ બિલ પસાર થઇ ચૂક્યું છે. પાકના અખબાર ડોન જે મુજબ જાણકારી આપી તે મુજબ આ બિલને સદનમાં મંત્રી જાહિદ હામિદે રજૂ કર્યું હતું. અને કોઇ પણ વિરોધ વગર બહુમત સાથે તેને મંજૂર કરવામાં આવ્યું છે.

marriage

બિલ પસાર થવાથી હિંદુઓને શું મળશે?
આ કાનૂનના પસાર થવાથી હવે તમામ હિંદુ લગ્નોનું રજિસ્ટ્રેશન થશે તેમાં પંડિત દ્વારા સાઇન લગાવીને તેને કાનૂની રીતે સરકારી વિભાગમાં દાખલ કરી શકાશે. ત્યારે આ બિલને મંજૂરી આપતી કમિટીના ચેરમેન મૃત્તાહિદા કોમી મુવમેન્ટના સેનેટર નસરીન જલીલે કહ્યું કે આજ દિવસ સુધી પાકિસ્તાનમાં હિંદુઓ માટે કોઇ વ્યક્તિગત કાનૂન નથી બની શક્યો તે ખૂબ જ દુખની વાત છે. આ ઇસ્લામના સિદ્ધાંતો જ નહીં માનવઅધિકારોનું પણ ઉલ્લંધન છે.

English summary
Pakistan senate has passed the Hindu Marriage Bill 2017 on Friday and first time Hindus living in Pakistan have a personal law.
Please Wait while comments are loading...