For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pic: પાક.ના ગુજરાતમાં આતંકીઓએ ઉડાવ્યો પુલ, નદીમાં પડી ટ્રેન

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 3 જુલાઇ: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ સેનાને ક્ષતિ પહોંચાડવા માટે નાનકડી નદી પર બનેલા પુલને નીચેથી તોડી નાખ્યો. જ્યારે ટ્રેન પોતાની મધ્યમ ગતિથી પુલ પરથી પસાર થઇ, ત્યારે તાશના પત્તાની જેમ ખડી પડ્યો અને ટ્રેનના પાંચ ડબ્બા નદીમાં પડી ગયા. આ દુર્ઘટનામાં એક સેન્ય અધિકારી સહિત 17 સૈનિકોના મોત થઇ ગયા છે.

train accident
વાસ્તવમાં આતંકવાદીઓએ આ પુલને કોઇ બોમ્બથી નથી ઉડાવ્યો, પરંતુ પટરસી સાથે છેડછાડ કરી, જેના કારણે આ દુર્ઘટના ઘટી. સરકારે આતંકવાદીઓ દ્વારા તોડફોડ તરફ ઇશારો કર્યો છે, પરંતુ તપાસ હજી બાકી છે.

આ દુર્ઘટના લાહોરથી 85 કિલોમીટર દૂર પંજાબ પ્રાંતમાં સ્થિત ગુજરાત કસ્બામાં થઇ છે. આ ટ્રેન પાકિસ્તાન આર્મીની એન્જીનીયરિંગ બટાલિયનને લઇને જઇ રહી હતી. ટ્રેનમાં 183 લોકો સવાર હતા.

train accident
રેલવે મંત્રી ખ્વાજા સાદ રફીકના જણાવ્યા અનુસાર પુલ નબળો ન્હોતો, પુલ એટલો મજબૂત હતો કે એક ટ્રેન સંપૂર્ણ રફ્તારની સાથે પસાર થઇ જાય, તોય પુલ નથી તૂટતો. નક્કી આ પુલના આધારને પહેલાથી ક્ષતિ પહોંચાડવામાં આવી છે. જેના કારણે ટ્રેનના પસાર થવાથી જ પુલ તુટી પડ્યો. રફીકે જણાવ્યું કે આ એક આતંકી હુમલો છે.

English summary
A train fell into a canal in Gujarat city of Pakistan. Accident happened at the bridge 80 kilometers from Lahore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X