For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ગજબ હાદસો, પ્લેનમાંથી સમુદ્રમાં પડ્યો યાત્રી!

|
Google Oneindia Gujarati News

passenger-jump
મિયામી, 15 નવેમ્બરઃ બસ, ટ્રેનમાંથી યાત્રીઓની પડવાના સમાચાર આપણે સાંભળ્યા અથવા તો વાંચ્યા હશે, પરંતુ શું કોઇ પ્લેનમાંથી પડી શકે છે. આવા જ એક ચોંકાવનારા સમાચાર અમેરિકાના મિયામીમાંથી આવ્યા છે. એક અમેરિકન પાઇલોટે કહ્યું કે, તેના નાના વિમાનમાં સવાર એક યાત્રી મિયામી પાસે દરિયામાં પડ્યો છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની પ્રવક્તા કૈથલીન બર્ગેનનું કહેવું છે કે, ગુરુવારે બપોરે તેમને એક ફોન આવ્યો, ફોન આવ્યા ત્યારે પ્લેન લગભગ બે હજાર ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું.

તટરક્ષક દળ અને ફાયર બ્રિગેડના સભ્યો મિયામી એક્ઝેક્યૂટિવ એરપોર્ટના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સ્થળ શોધી રહ્યાં છે, તથી પ્લેનને સુરક્ષિત ઉતારી શકાય. આ તત્કાળ સાફ નથી થઇ શક્યું કે પ્લેન ક્યાંથી આવી રહ્યું હતું અને તેમાં કેટલા લોકો સવાર હતા.

વેબસાઇટ liveatc.netની રેકોર્ડિંગ અનુસાર પાઇલોટે કહ્યું કે, હું તામિયામીથી છ માઇલના અંતરે છું. liveatc.net આખા વિશ્વમાં નિયંત્રણ ટાવરો અને રડારથી વિમાનના આવાગમન-સંચાલનનું સીધુ પ્રસારણ કરે છે. પ્રવક્તાએ જણાવ્યું કે, મિયામી-ડાડે પોલીસ વિભાગે એરપોર્ટ પર આગળની તપાસ માટે જાસૂસોને મોકલ્યા છે.

English summary
The pilot of a small plane reported Thursday his passenger had fallen 1,800 feet into the Atlantic Ocean off South Florida.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X