For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાષ્ટ્રપતિ ઓબામાથી પાંચમીવાર મળશે નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આજે પેરિસમાં પાંચમી વાર મળશે. વળી બન્ને દેશોના નેતા દ્રિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે આતંકવાદ સમેત કેટલાક વૈશ્વિક મુદ્દે ચર્ચા કરશે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેરિસમાં જલવાયુ પરિવર્તન પર આયોજીત મહત્વપૂર્ણ સંમેલનમાં ભાગ લેવા માટે પેરિસની અધિકૃત મુલાકાતે છે.

અહીં ઓબામા અને નરેન્દ્ર મોદી જલવાયુ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જ દ્રિપક્ષીય સંબંધોની દિશામાં થયેલી પ્રગતિ પર વાતચીત કરશે. રવિવારે વાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં જણાવામાં આવ્યું હતું કે બન્ને દેશોના નેતા મીડિયાને સંયુક્ત નિવેદન બહાર પાડશે.

narendra modi

ત્યારે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તે પછી આ બન્ને નેતાઓ પાંચમી વાર મળી રહ્યા છે. નોંધનીય છે કે પેરિસમાં ચાલનાર આ જલવાયુ પરિવર્તન કોન્ફર્ન્સ 11 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં 50,000 પ્રતિભાગીઓ સામેલ થશે. અને લગભગ 25,000 સરકારી પ્રતિનિધિમંડળ, સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અને એનજીઓ સમેત સિવિલ સોસાયટીના સદસ્યો હાજર રહેશે.

English summary
PM Narendra Modi to meet US President Barack Obama today in Paris. Both leaders will meet during the climate change summit started today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X