For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ ચીન, રશિયાને છોડી ટ્રંપે PM મોદી જોડે કરી પહેલા વાત

કેનેડા, મેક્સિકો, ઇઝરાયેલ અને ઇજિપ્ત પછી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રંપે ભારતને ફોન કર્યો. રશિયા અને ચીન પણ પાછળ પાડ્યા. જાણો કેમ?

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો. રાષ્ટ્રપતિ ટ્રંપનો આ કોલ ભારત માટે અનેક રીતે મહત્વપૂર્ણ હતો. ટ્રંપે પોતાની આ વાતચીતમાં ભારતને અમેરિકાનું સાચું મિત્ર કહ્યું. ટ્રંપે તે વાત પર પણ જોર આપ્યું કે અમેરિકાની નવી સરકાર હંમેશા પ્રત્યનશીલ રહેશે કે ભારત અને અમેરિકાના સંબંધો ઉષ્માભેર રહે.

modi trump

પુટિન પહેલા મોદી કેમ?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ નવેમ્બર 2016માં ચૂંટણી જીત્યા અને તે પછી 20 જાન્યુઆરીએ તેમણે અધિકૃત રીતે ઓફિસ સંભાળી. ચૂંટણી પછી તમામ લોકો તેવો ક્યાસ લગાવી રહ્યા હતા કે ઓફિસ સંભાળતા જ ટ્રંપ સૌથી પહેલા રશિયાના રાષ્ટ્રુપતિ બ્લાદિમિર પુટિનને ફોન લગાવશે. નોંધનીય છે કે ચૂંટણી પહેલા તેમણે રાષ્ટ્રપતિ પુટિન અને રશિયાના ખૂબ જ વખાણ કર્યા હતા. અને વાયદા પણ કર્યા હતાા કે રશિયા અને અમેરિકાના સંબંધોને સારા કરશે. જો કે તે બાદ ખુરશી સંભાળ્યા પછી પણ ટ્રંપે હજી પુટિનને કોલ નથી કર્યો. અને પુટિનને કોલ કર્યા પહેલા જ તેમણે ભારતના પીએમને ફોન જોડ્યો છે. આ ઉપરાંત મોદીને ફોન કરતા પહેલા તેમણે કેનાડા, મેક્સિકો, ઇઝરાયેલ અને ઇજિપ્તને પણ ફોન લગાવ્યો હતો. નોંધનીય છે કે ઇઝરાયેલ તે દેશ છે કે જેની વિરુદ્ધ યુનાઇટેડ નેશન્સના લાવેલા પ્રસ્તાવનો ટ્રંપે વિરોધ કર્યો હતો. મેક્સિકો તે દેશ છે જેની સીમા પર ટ્રંપે દિવાલ બનાવવાની વાત કરી હતી. ઇજિપ્ત તે દેશ છે કે જ્યાં આઇએસઆઇએસની હાજરી છે. વળી કેનાડા પણ તે દેશ છે જે વેપારને લઇને અમેરિકાની નજીકના સંબંધો ધરાવે છે.
સંબંધોમાં મજબૂતી
ત્યારે રાષ્ટ્રપતિ ટ્રંપે હજી સુધી કોઇ યુરોપિયન યૂનિયનના સદસ્ય દેશો સાથે વાત નથી કરી. પણ ભારતને ફોન કરીને તેમણે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની આશ જરૂરથી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ગત વર્ષે અમેરિકાએ ભારતને સૌથી મોટો રક્ષા ખરીદીનો દરજ્જો આપ્યો હતો. નોંધનીય છે કે ટ્રંપની ચૂંટણીની જીત બાદ નરેન્દ્ર મોદીએ તેમને સૌથી પહેલા શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ ટ્રંપ પણ અનેક વાર પીએમ મોદીના વખાણ કરી ચૂક્યા છે. 2016માં ડોનાલ્ડ ટ્રંપે પોતાની ચૂંટણી અભિયાન વખતે પણ કહ્યું હતું કે ટ્રંપ એડમિનિસ્ટ્રેશનમાં ભારત અને અમેરિકાની દોસ્તી વધુ શ્રેષ્ઠ થશે અને બન્ને બેસ્ટ ફ્રેન્ડ બનશે. જો કે બીજી તરફ હાલના જ એક ઇન્ટરવ્યૂમાં ટ્રંપે હેકિંગ માટે રશિયા અને ચીનને ખુલ્લેઆમ જવાબદાર માન્યા હતા.
પાકિસ્તાન પર નારાજગી
જો કે જ્યાં ટ્રંપ ભારતની વાહવાઇ કરી રહ્યા છે ત્યાં જ ટ્રંપના શાસનમાં પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે તેમાં કોઇ શંકા નથી. ટ્રંપે અનેક વાર કહ્યું છે કે તે ચરમપંથી ઇસ્લામિક આંતકવાદીઓને નાબૂદ કરીને રહેશે. ખાસ વાત તો એ છે કે પાકિસ્તાને ડિસેમ્બરમાં તેવો દાવો કર્યો હતો કે ટ્રંપે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કોલ કર્યો હતો. પણ ટ્રંપની ટ્રાંજિશન ટીમે આ વાતને નકારી દીધી હતી. એક ટોચના અમેરીકી અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રંપ ભારત સાથે મળીને પાકિસ્તાન વિરુદ્ધ કોઇ પણ એક્શન લઇ શકે છે. બની શકે છે કે તે કોઇ મોટી મિલેટ્રી કાર્યવાહી કરાવે.
શી જિનપિંગની ધમકી
તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને ચીને પોતાના સંબંધોને સુધારવાની જરૂર છે. બન્ને જ મોટી મહાશક્તિઓ છે અને બન્નેની વચ્ચે સહયોગ જરૂરી છે.

English summary
Prime Minister Narendra Modi is the fifth world leader who received a call from US President Donald Trump.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X