For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન: પોલિસ ટ્રેનિંગ સેંટર પર આતંકી હુમલો, 57 ના મોત, 99 ઘાયલ

પાકિસ્તાનના ક્વેટામાં પોલિસ સેંટર પર હુમલો થયો છે. જેમાં 57 લોકોના મોત નીપજ્યા છે અને 99 લોકો ઘાયલ છે....

By Manisha
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના ક્વેટામાં એક પોલિસ ટ્રેનિંગ સેંટરની હોસ્ટેલ પર થયેલા આતંકવાદી હુમલામાં 5 કલાક સુધી ચાલેલા ઑપરેશન બાદ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા છે. હૉસ્ટેલમાં લાશો મળવાનું સતત ચાલુ જ છે. મૃતકોની સંખ્યા 57 સુધી પહોંચી ગઇ છે. જેમાં મોટેભાગે પોલિસ ટ્રેનિંગ સેંટરના કેડર છે.

queta 1

પાકિસ્તાની અખબાર ડૉનના જણાવ્યા અનુસાર બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં પોલિસ ટ્રેનિંગ સેંટરમાં 5-6 આતંકવાદી સોમવાર રાત્રે 11.30 વાગે ઘૂસી ગયા હતા. એકે-47 અને હેંડ ગ્રેનેડયુક્ત આ આતંકવાદીઓએ ત્યાં મોજૂદ ઓછામાં ઓછા 600 પોલિસ કેડરોને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ.

ક્વેટાના સારેબ રોડ સ્થિત આ ટ્રેનિંગ સેંટરમાં આતંકવાદીઓ હોવાની જાણ થતા પાકિસ્તાની સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો હતો. વિશેષ કમાંડોની મદદથી સુરક્ષાકર્મીઓએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો જ્યારે બે આતંકવાદીઓએ પોતાને બોમ્બથી ઉડાડી દીધા હતા. આતંકવાદીઓ દ્વાર બંધક બનાવવામાં આવેલ કેડેર તો છૂટી ગયા પરંતુ બે આતંકવાદીઓએ પોતાને બોમ્બથી ઉડાડવા અને તે પહેલા અંધાધૂંધ ગોળીબાર કરવાને પગલે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોની સંખ્યા ધીમે ધીમે વધતી જ જઇ રહી છે.

queta 2

પાકની ફાયરિંગમાં 8 વર્ષની ભારતીય બાળકીનું મોત

આતંકવાદીઓઅના ફાયરિંગમાં જે 57 લોકો માર્યા ગયા તેમાં બે સુરક્ષાકર્મી અને બાકી કેડર છે જે હૉસ્ટેલમાં રહેતા હતા. હજુ પણ ઘણા ઘાયલોની હાલત ગંભીર જણાવાઇ રહી છે. ત્રણ આતંકવાદીઓના માર્યા ગયા બાદ સુરક્ષાબળોએ ઑપરેશન ખતમ થવાની વાત કહી છે. જો કે આતંકવાદીઓની સંખ્યા 5 થી 6 હોવાની શંકાને પગલે પોલિસે તપાસ અભિયાન ચાલુ રાખ્યુ છે. ક્વેટાના બધી હૉસ્પિટલોમાં ઇમરજંસી લાગૂ કરવામાં આવી છે.

શહેરથી 10-12 કિમી દૂર આ ટ્રેનિંગ સેંટરની હૉસ્ટેલમાં આશરે 700 કેડર રહેતા હતા પરંતુ હાલમાં એક બેચ પાસ થઇને જતી રહ્યા બાદ હૉસ્ટેલમાં હુમલા વખતે 600 કેડેત હાજર હતા. આટલી મોટી સંખ્યામાં મોત થવાથી ક્વેટામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

English summary
Police training centre in Quetta attacked, 57 57 death, 99 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X