For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જી-20માં ગાજ્યો કાળા નાણાંનો મુદ્દો, મોદીએ કહ્યું સુરક્ષા પડકાર બની ગયું કાળુ નાણું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બ્રિસ્બેન, 15 નવેમ્બર: જી-20 શિખર સંમેલન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્પષ્ટ રીતે કહ્યું કે વિદેશોમાં જમા કાળા નાણાની વાપસી તેમની સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકા છે અને તે ઉદેશ્યની પ્રાપ્તિ માટે વિશ્વ સ્તર પર સહયોગની જરૂરિયાત છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આજથી જી-20 શિખર સંમેલન શરૂ થઇ રહ્યું છે.

જી-20 શિખર સંમેલનથી પહેલાં ઉભરતી અર્થ વ્યવસ્થાવાળા પાંચ દેશોના સમૂહ બ્રિક્સ (બ્રાજીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)ના નેતાઓ પાસે અનૌપચારિક મુલાકાત દરમિયાન કાળાનાણાંનો મુદ્દો ઉઠાવતાં વડાપ્રધાન મંત્રીએ વિદેશોમાં જમા કાળાનાણાની પાઇ-પાઇ પરત લાવવાના વાયદાને ધ્યાનમાં રાખતાં આ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કહી.

નરેન્દ્ર મોદીએ બ્રિક્સ નેતાઓને કહ્યું, વિદેશોમાં જમા કાળા નાણાંને પરત લાવવું અમારી પ્રમુખ પ્રાથમિકતા છે. વિદેશોમાં જમા કાળા નાણાના મુદ્દા પર નરેન્દ્ર મોદીએ સારા સમન્વયનું આહવાન કરતાં કહ્યું કે આ કાળા નાણાનો સંબંધ સુરક્ષા પડકારો સાથે પણ જોડાયેલો છે.

modi-raise-sblack-money-issuein-g-20

ભારત કાળા નાણાની વાપસી માટે પ્રયાસરત છે અને વડાપ્રધાન મોદી પહેલાં જ સ્પષ્ટ કરી દિધું છે કે તેમના માટે વિદેશોમાં જમા કાળા નાણાની વાપસી માટે સારો તાલમેળ એક મુખ્ય મુદ્દો છે. જી-20 શિખર સંમેલનના મેજબાન દેશ ઓસ્ટ્રેલિયાએ કાલે કર અપવંચના પર કાનૂની કાર્યવાહીને લઇને ખૂબ આકરું વલણ અપનાવતાં પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારત પણ સંબંધમાં કર ચોરી કરનાર પનાહગાહ બનેલા દેશો (ટેક્સ હેવન)ના વિરૂદ્ધ 20 મુખ્ય ઔદ્યોયોગીકૃત દેશોના સમૂહ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ દ્વારા આકરી કાર્યવાહી ઇચ્છે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું મારા માટે મુખ્ય મુદ્દો કાળા નાણા વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને રેખાંકિત કરવાનો છે. આશા છે કે કાળા નાણાની વાપસી માટે કર ચોરીને પનાહગાહ બનેલા દેશો પર દબાણ નાખવા અને તેમને ભારતની મદદ માટે વધુ જાણકારીઓનો ખુલાસો કરવા માટે વડાપ્રધાન દ્વારા જી-20 શિખર સંમેલન અપીલ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી ઉપરાંત ચીની વડાપ્રધાન શી જિનપિંગ, રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમા અને બ્રાજીલની રાષ્ટ્રપતિ ડિલ્મા રોસેફ તે અન્ય નેતાઓમાં સામેલ હતા જેમણે આ અનૌપચારિક વાતમાં ભાગ લીધો.

English summary
Prime Minister Narendra Modi raises black money issue in G20 Summit in Brisbane Australia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X