For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદી અરેબિયામાંથી 39,000 પાકિસ્તાનીઓ દેશ બહાર

સાઉદી અરેબિયાના સુરક્ષા અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ આ પાકિસ્તાની નાગરિકો નશીલા પદાર્થોની તસ્કરી, ચોરી, બનાવટ અને હિંસાના મામલાઓમાં પકડાયા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

એક રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનાઓમાં સાઉદી અરેબિયા એ લગભગ 39 હજાર પાકિસ્તાની નાગરિકોને દેશની બહાર કાઢ્યા છે. આવું થવા પાછળનું કારણે એ છે કે, સતત ઘણા પાકિસ્તાની નાગરિકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા અને તેઓ સતત સાઉદીના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. વિઝા ઉલ્લંઘનના મામલે તેમને ફરીથી પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા છે.

pakistan

સાઉદી અરેબિયામાં સુરક્ષા અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ આ પાકિસ્તાની નાગરિક નશીલા પદાર્થોની તસ્કરી, ચોરી, બનાવટ અને હિંસાના મામલાઓમાં પકડાયા છે. આથી આ મામલે સાઉદીએ કડક પગલાં લેતા પાકિસ્તાની નાગરિકો પરત મોકલી દીધા છે. શૂરા કાઉન્સિલની સુરક્ષા સમિતિના અધ્યક્ષ અબ્દુલ્લા અલ-સદાઉન એ સાઉદી અરેબિયામાં કામ માટે કોઇ પણ પાકિસ્તાનીની નિયુક્તિ પહેલાં કડક તપાસ કરવાની વાત પણ કહી છે.

સાઉદીના ટોચના સુરક્ષા અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે કે, પાકિસ્તાનીઓને દેશમાં દાખલ થવાની પરવાનગી આપતાં પહેલાં તેમની ઊંડી તપાસ કરવામાં આવે, કારણ કે એમાંના કેટલાક આઇએસઆઇએસ જેવા સંગઠનો સાથે જોડાયેલા હોવાની પણ શંકા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો સાઉદી અરેબિયામાં કામ કરવા જાય છે, એવામાં જો સાઉદીએ હજુ કડક પગલાં લીધા તો તેમને વધુ તકલીફ પડી શકે છે.

અહીં વાંચો - કાનપુર રેલ દુર્ઘટના પાછળ કોનો હાથ છે? 150 લોકોના મૃત્યુ પાછળ જવાબદાર શમશુલ હુદાઅહીં વાંચો - કાનપુર રેલ દુર્ઘટના પાછળ કોનો હાથ છે? 150 લોકોના મૃત્યુ પાછળ જવાબદાર શમશુલ હુદા

English summary
Saudi Arabia deports 39000 Pakistanis in last 4 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X