For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડન કિંગ અબ્દુલ્લાહે દિકરીને દહેજમાં આપ્યું હતું ગોલ્ડન ટોયલેટ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: રૂઢિવાદી મુસ્લિમ સમાજને આધુનિક બનાવવાની કોશી કરનારા સાઉદી અરબના સુલ્તાન અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ અલ સઉદનું આજે સવારે વહેલા નિધન થઇ ગયું. તેઓ 90 વર્ષના હતા. તેમના દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ સુધારાઓમાં મહિલાઓ માટે મોટી તકો ઊભી કરવાનો પણ સમાવેશ થાય છે. આ બધાની ઉપરાંત કિંગ અબ્દુલ્લાહની ઘણી એવી વાર્તાઓ છે જેને સાંભળ્યા બાદ આપ વિચારમાં પડી જશો કે એવું પણ હોઇ શકે શું?

પરંતુ દરેક વાર્તા 100 સત્ય છે. આવો આ વાર્તામાંથી એક ખૂબ જ રસપ્રદ વાર્તાથી આપને રૂબરૂ કરાવીએ. ફોર્બ્સ અનુસાર કિંગ અબ્દુલ્લા દુનિયાના આઠમા સૌથી અમીર અને શક્તિશાળી વ્યક્તિ છે. તેઓ દુનિયાના સૌથી મોટા અમીર મુસ્લિમ શખ્સ પણ છે. 2011માં ફોર્બ્સે સંપૂર્ણ અબ્દુલ્લા પરિવારની સંપત્તિ આંકી હતી, જે લગભગ 21 બિલિયન યૂએસ ડોલરની હતી. આ તમામની ઉપરાંત સૌથી અલગ વાત એ છે કે અબ્દુલ્લાએ પોતાની દિકરીના લગ્નમાં 3 લાખ ડોલર (લગભગ 180 કરોડ રૂપિયા) માત્ર તેમની વેડીંગ ડ્રેસ પર ખર્ચ કર્યો હતો. આનાથી પણ તેમનું મન ના ભરાયું તો તેમણે પોતાની દિકરીને એક સોનાનું ટોયલેટ ભેંટમાં આપ્યું. આ ટોયલેટનો નળ પણ સોનાનો છે. જેની બહાર લખેલું છે ગોલ્ડેન ટોયલેટ.

golden toilet
ભારતે ગુમાવ્યો નજીકનો મિત્ર: પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુક્રવારે સાઉદી અરબના સુલ્તાન અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ અલ સઉદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ સાઉદી સુલ્તાનના નિધન પર જણાવ્યું કે ભારતે પોતાનો નજીકનો મિત્ર ગુમાવી દીધો છે, જેનો ભારત અને ભારતીયો પ્રત્યે વાસ્તવિક લગાવ અને સ્નેહ હતો. મુખર્જીએ પોતાના શોક સંદેશમાં જણાવ્યું, 'સુલ્તાન અબ્દુલ્લાહના દુ:ખદ નિધન પર સાઉદી અરબ સરકાર, શાહી પરિવાર અને સાઉદી અરબની જનતાની સાથે મારી હાર્દિક સંવેદના છે.'

રાષ્ટ્રપતિ ભવનથી જારી કરવામાં આવેલા આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'સાઉદી સુલ્તાનના નિધનથી સાઉદી અરબે એક પ્રેમાળ નેતા, ભારતે એક નજીકનો મિત્ર અને વિશ્વએ એક શ્રેષ્ઠ રાજનેતા ગુમાવી દીધો છે. સુલ્તાન અબ્દુલ્લાહનો ભારત અને ભારતની જનતા પ્રત્યે વાસ્તવિક લગાવ અને સ્નેહ હતો. તેઓ વ્યક્તિગત રીતે ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધ સુધારવા માટે પ્રતિબદ્ધ હતા.'

અત્રે નોંધનીય છે કે 2006માં ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ રહેલા સુલ્તાન અબ્દુલ્લાહનું શુક્રવારે સવારે લગભગ એક વાગ્યે નિધન થઇ ગયું.

English summary
King Abdullah of Saudi Arabia gifted a toilet made completely from gold to his daughter on her marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X