ભારત માટે શ્રીલંકાએ ચીનને કહી ના, જાણો મામલો

શ્રીલંકા દ્વારા આ પહેલા ચીનને કોલંબાના પોર્ટ પર સબમરિન રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ હવે ભારત માટે તેણે કર્યું આ...

Subscribe to Oneindia News

શ્રીલંકાએ ચીનની તે અપીલને ના મંજૂર કરી દીધી છે જેમાં તેમણે કોલંબો પોર્ટ પર પોતાની એક સબમરીન રાખવા માટે અપીલ કરી હતી. કોલંબોમાં બે અધિકારીઓ દ્વારા ચીનની આ અપીલને નામંજૂર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા શ્રીલંકાની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકાની તરફથી ચીનને કોલંબો પોર્ટ પર એક સબમરીન રાખવાની છૂટ હતી. આ મામલો ઓક્ટોબર 2014નો છે. તે સમયે શ્રીલંકાએ આ પગલું ભારત સરકાર વિરુદ્ધના મોટા વિરોધની રીતે જોવામાં આવતું હતું.

submarin

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે શ્રીલંકા અને ચીનના સંબંધો બદલાઇ રહ્યા છે. વળી આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે શ્રીલંકાના પ્રવાસે જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોલંબો પહોંચ્યા હતા. જ્યાં શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તે પછી વડાપ્રધાને ગંગારમાયા મંદિરની મુલાકાત લઇને ત્યાં પૂજા અર્ચના કરી હતી. બીજી તરફ શ્રીલંકાના અધિકારીઓએ પણ કોલંબોના પોર્ટ પર ચીનની સબમરીન ન રાખવાની વાતની પૃષ્ઠી કરી છે. નોંધનીય છે કે ચીને 16 મેના રોજ સબમરીન રાખવા માટે અપીલ કરી હતી. જેને નામંજૂર કરવામાં આવી હતી.

WHAT OTHERS ARE READING
English summary
SriLanka refuses permission for Chinese submarine to dock at Colombo port.
Please Wait while comments are loading...