For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનામાં ફરી આતંકી હુમલો, કરાંચીનો ASF કેમ્પ ટાર્ગેટ બન્યો

|
Google Oneindia Gujarati News

કરાંચી, 10 જૂન : પાકિસ્તાન આજે ફરીથી આતંકવાદી હુમલાને કારણે ધણધણી ઉઠ્યું છે. રવિવારે રાત્રે પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલા જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ આજે ફરીથી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આજે કરાંચીમાં આવેલા ASF (આર્મી સિક્યુરિટી ફોર્સ) કેમ્પને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે.

આજના આતંકવાદી હુમલા અંગે પ્રાપ્ત અહેવાલ અનુસાર બપોરે 12.20 વાગ્યાની આસપાસ કેમ્પની શિબિર નંબર 2 પર ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. એએસએફ કેમ્પમાં અંદાજે પાંચથી દસ જેટલા આતંકવાદીઓ છૂપાયેલા છે અને ફાયરિંગ કરી રહ્યા છે. હાલમાં પાકિસ્તાની સેના અને જવાનો વચ્ચે ઘર્ષણ યથાવત છે. દરમિયાન પાકિસ્તાની સરકારના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ કોમ્પલેક્સમાં પાંચનાં મોત થયા છે.

asf-camp-karachi

પાકિસ્તાની સેનાએ આ વિસ્તારમાં વિમાનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ આતંકવાદીઓને શોધવા માટે હવાઈ ઓપરેશન શરૂ કર્યું છે. સરકારે એરપોર્ટ વિસ્તારમાં કટોકટી જાહેર કરી દીધી છે. 1000 હજારથી વધુ સુરક્ષા જવાનોને એરપોર્ટમાં મોકલવામાં આવ્યા છે.

પાકિસ્તાન સ્થિત તાહરીક એ તાલિબાને આ હુમલાની જવબદારી સ્વીકારી છે. આ પૂર્વે પણ તેણે રવિવારે થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

મહત્વનું છે કે રવિવારે મોડી રાતે એરપોર્ટના જૂના ટર્મિનલમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા જવાનોએ છેક સવાર સુધી હાથ ધરેલા ઓપરેશનમાં 10થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. જ્યારે સુરક્ષા જવાનો સહિત 13 નાગરિકોના મોત થયા હતા.

English summary
Terrorist attack again on Pakistan; Now target ASF academy in Karachi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X