For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

75 ખેલાડીઓના મોત બાદ બ્રાઝિલ શોકમાં, 3 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા

પ્લેન ક્રેશમાં પોતાના 75 ખેલાડીઓ ગુમાવ્યા બાદ બ્રાઝિલ શોકમાં ડૂબી ગયુ છે. દેશમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

બ્રાઝિલે પ્લેન ક્રેશમાં પોતાના 75 ખેલાડીઓ ગુમાવી દીધા. બ્રાઝિલના ફૂટબોલ ક્લબ ચાપેકોંસેના ખેલાડીઓનું પ્લેનક્રેશમાં મોત થયુ. ખેલાડીઓને જઇ રહેલ બીએઇ 146 ચાર્ટર્ડ વિમાન કોલંબિયા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ.

brazil

ખેલાડીઓના મોત બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઇકલ તેમરે 3 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. સ્કૂલો અને કોલેજો ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. પોતાના ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્રાઝિલના લોકો સફેદ અને લીલા કપડામાં ભેગા થયા અને ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપી. ફૂટબોલ સ્ટેડિયમમાં ઉભેલા સેંકડો લોકો ખાલી મેદાનને નીહાળતા રહ્યા.

brazil

આ ઘટનાથી માત્ર બ્રાઝિલ જ નહિ પરંતુ સમગ્ર ફૂટબોલ જગત શોકમાં ડૂબી ગયુ છે. બ્રાઝિલ ફૂટબોલ ટીમના કેપ્ટન નેમાર જુનિયર અને પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટને ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો છે. વળી કાલે રમાયેલ ઇંડિયન સુપર લીગ મુકાબલા દરમિયાન કોલકત્તા અને કેરલાના ખેલાડીઓએ દુર્ઘટનામાં માર્યા ગયેલા ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દુર્ઘટના બાદ દક્ષિણ અમેરિકી ફૂટબોલ ઓર્ગેનાઇઝેશને પોતાની બધી મેચો આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. વળી આ ટીમને વિજેતા ઘોષિત કરવાની પણ રજૂઆત કરી છે.

brazil

તમને જણાવી દઇએ કે બ્રાઝિલની ચાપેકોંસ ટીમને કોપા સૂડામૈરિકાના કપમાં મેડેલિનની ટીમ સાથે રમવાનું હતુ પરંતુ આ દુર્ઘટના બાદ ફાઇનલ મેચ સ્થગિત કરી દેવામાં આવી છે. એટલેટિકો નેસિયોનાલ ટીમે હાર સ્વીકાર કરવાની રજૂઆત કરી છે. તે ઇચ્છે છે કે ચાપેકોંસેની ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવે.

brazil

વળી ફીફાના અધ્યક્ષ જિયાની ઇનફેંટિનોએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. ક્લબના ચેરમેને કહ્યુ છે કે ખેલાડીઓના મૃતદેહને લેવા માટે ક્લબના ડોક્ટર ઘટના સ્થળ પર રવાના થઇ ચૂક્યા છે. ક્લબ સતત પરિવારજનોના સંપર્કમાં છે. તેમણે કહ્યુ કે ખેલાડીઓના મૃતદેહની ઓળખ કરીને તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

English summary
The football world mourned Tuesday after a plane carrying a Brazilian team crashed in the mountains in Colombia, killing 71 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X