For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇબોલા ફાઇટર્સ બન્યા ટાઇમના 'પર્સન ઓફ ધ યર'

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 11 ડિસેમ્બર: અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝીને પશ્ચિમ આફ્રીકામાં ફેલાયેલી મહામારી ઇબોલાની વિરુદ્ધ લડનારા નર્સિંગ સ્ટાફને 2014 માટે 'પર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કર્યા છે. આ ડોક્ટરો અને નર્સોએ જીવ જોખમમાં નાખીને ઇબોલા પ્રભાવિત વિસ્તારોમાં કામ કર્યું.

ટાઇમે જણાવ્યું કે આખી દુનિયામાં કહેર મચાવી દેનાર આ બીમારી સામે લડવા માટે પહેલા સરકારો તૈયાર ન્હોતી, એટલું જ નહીં ડબ્લ્યૂએચઓએ પણ લગભગ પોતાના હાથ અધ્ધર કરી દીધા હતા. આવી મુશ્કેલીના સમયે ઇબોલા સહાયતાકર્મીઓએ મર્યાદિત સંસાધનો હોવા છતાં આ બીમારીને નાબૂદ કરવા માટે આગળ આવ્યા.

time
મેગેઝીનના ઓનલાઇન પોલમાં રીડર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ખિતાબથી નવાજવાની હિમાયત કરી હતી. મેગેઝીનના સંપાદક નેન્સી ગિબ્સે ઇબોલાની વિરુદ્ધ લડનારા લોકોને આ ખિતાબ આપવાનું નક્કી કર્યું છે. આધાર એ હતું કે કોણ સૌથી વધારે સમાચારોમાં રહ્યું, જેમણે લોકોના જીવનને પ્રભાવિત કર્યું. સાથે જ સૌથી જરૂરી કામ કરનારાઓની સૂચિમાં સામેલ રહ્યા હોય.

આ ખિતાબ માટે અમેરિકાના ફર્ગ્યુસનના પ્રદર્શનકારી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના વ્યવસાયી જૈક મા, એપ્પલના સીઇઓ ટિમ કુક અને ઇરાકી કુર્દિશ લીડર મસૂદ બરઝાણી પણ કતારમાં હતા. ગયા વર્ષે પોપને આ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

English summary
Time magazine has named "Ebola fighters" as its Person of the Year for their "tireless acts of courage and mercy."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X