For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંડોનેશિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

|
Google Oneindia Gujarati News

જકાર્તા, 15 નવેમ્બર: પર્વ ઇંડોનેશિયામાં આજે મલૂકૂ દ્વીપ પર 7.3 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેના પગલે અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ (યૂએસજીએસ)ના અનુસાર ભૂકંપ કોટા ટર્નેટના 154 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સમુદ્રમાં 46 કિલોમીટરની ઊંડાઇ પર કેન્દ્રીત હતું.

પ્રશાંત સુનામી ચેતાવણી કેન્દ્રએ જણાવ્યું, 300 કિમી.ના ક્ષેત્રમાં તટો પર સુનામીની આશંકા છે. કેન્દ્રએ જણાવ્યું કે સુનામી લહેરો ઇંડોનેશિયા, ફિલીપીન, જાપાન, તાઇવાન અને દક્ષિણ પ્રશાંત સ્થિત દ્વીપોથી ટકરાઇ શકે છે.

earthquake
તેણે જણાવ્યું કે 30 સેંટીમીટરથી લઇને એક મીટર સુધીની ઉંચાઇવાળી લહેરો ઇંડોનેશિયા અને 30 સેંટીમીટરથી ઓછી ઉંચાઇ વાળી લહેરો ફિલીપીનના તટોથી ટકરાઇ શકે છે. ઇંડોનેશિયાની મૌસમ એજંસીના એક અધિકારીએ જણાવ્યું, અમે સુનામીની ચેતવણી જારી કરી છે.

બીજી તરફ પેરુની રાજધાની લીમાને 5.6 તીવ્રતાના ભૂકંપે ધ્રૂજાવી નાખ્યું. જોકે આનાથી હજી સુધી કોઇ નુકસાનીના સમાચાર નથી. ભૂકંપ સ્થાનીય સમયાનૂસાર સાંજે સાત વાગીને 18 મિનિટ પર અનુભવવામાં આવ્યો. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ (યૂએસજીએસ) અનુસાર ભૂકંપ લીમાના 78 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સમુદ્રમાં 45 કિલોમીટરના ઊંડાણ પર કેંદ્રીત હતો.

English summary
A 7.3 magnitude earthquake has struck under the Molucca Sea in eastern Indonesia, triggering a tsunami warning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X