For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ઉબરનો ડ્રાઇવર રેપ અને અપહરણના કેસમાં ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બોસ્ટન, 19 ડિસેમ્બર: અમેરિકાના શહેર બોસ્ટનમાં પણ ઉબર કેબમાં મહિલા સાથે રેપ અને અપહરણનો કેસ સામે આવ્યો છે. બોસ્ટન પોલીસે આરોપી ડ્રાઇવર એલેક્ઝેંડ્રો ડોનની ધરપકડ કરી લીધી છે. દુષ્કર્મની આ ઘટના છ ડિસેમ્બરના રોજની છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેબ સર્વિસ કંપની ઉબરના ડ્રાઇવરે દિલ્હીમાં પણ થોડા દિવસો પહેલાં એક મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ ઉબર કેબની ભારતના ઘણા શહેરોમાં સર્વિસ બંધ કરી દિધી.

આરોપી ડ્રાઇવર એલેક્ઝેંડ્રોને બુધવારે કેબ્રિજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ઉબરના આ ડ્રાઇવરને કોર્ટે આખા કેસમાં આરોપી બનાવ્યો છે. કોર્ટમાં હાજરી દરમિયાન ડ્રાઇવર પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યો હતો. મિડિલસેક્સના એટોર્ની જનરલ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

ubar-taxi

આ મુદ્દે સ્પષ્ટતા આપતાં કેબ સેવા પુરી પાડનાર કંપની ઉબરની પ્રવક્તાએ કહ્યું કે ડ્રાઇવરની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવી હતી. કંપની કેસની તપાસમાં કાયદાની દરેક પ્રકારે મદદ કરશે. અમેરિકાની માફક થોડા દિવસો પહેલાં ભારતમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી હતી. રાજધાની દિલ્હીમાં ઉબરના ડ્રાઇવરે એક મહિલા યાત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સરકારે દિલ્હીમાં ઉબરની સેવા પર પ્રતિબંધ લગાવી દિધો હતો.

English summary
He allegedly picked up a female passenger on the evening of December 6, asked her to get cash out of an ATM, and took her to a secluded area where he beat and raped her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X