For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો અત્યારે યુદ્ધ થશે તો પાકિસ્તાન કરશે ભારત પર પરમાણું હુમલો: અમેરિકા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 27 ફેબ્રુઆરી: ભારત-પાકિસ્તાનની આના-કાની થંભવાની નામ નથી લઇ રહી, જેનો ઇશારો અમેરિકાએ કરી દીધો છે. અમેરિકાના બે પ્રમુખ વિશ્લેષકોએ અમેરિકન કાયદાવિદોને જણાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ થયું તો પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરી શકે છે.

અમેરિકન વિશ્લેષકોએ જણાવ્યું કે ભારતમાં એક મજબૂત સરકાર છે અને એવામાં જો 26/11 જેવો હુમલો ભારત પર હવે થાય છે તો પાકિસ્તાન માટે ખતરનાખ સાબિત થઇ શકે છે. એટલું જ નહીં આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારતની વિરુદ્ધ પરમાણુ હુમલો પણ કરી શકે છે.

army
અમેરિકાના વિશ્લેષક જોર્જ પર્કોવિચ અને એશ્લે ટેલિસે જણાવ્યું કે ઇસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓએ એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે પાકિસ્તાન તરફથી આવી કોઇ પણ પ્રકારની ઘટનાને અંજામ ના આપવામાં આવે.

પર્કોવિચે જણાવ્યું કે દક્ષિણ એશિયામાં આગામી સમયમાં પરમાણુ હુમલાની આશંકાથી ઇનકાર કરી શકાય નહી. તેમણે જણાવ્યું કે ખાસ કરીને ભારત-પાકિસ્તાન સંબંધોને જોતા તેની સંભાવના બનેલી છે. પર્કોવિચે આ વાત આંતરરાષ્ટ્રીય શાંતિના કાર્યક્રમ દરમિયાન બોલતા જણાવી. અમેરિકન વિશ્લેષકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ સચિવ આવતા મહિને પાકિસ્તાન પ્રવાસ કરવાના છે.

English summary
US warns nuclear attack threat from Pakistan on India, Pakistan may use nuclear weapons against India if the latter goes for a large scale military.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X