For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNGAમાં વિકાસ માટે મોદીએ કર્યો 7 મુદ્દાનો ઉલ્લેખ

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ શુક્રવારે યુનાઇટેડ નેશન્સમાં 70મી જનરલ એસેમ્બલીમાં પોતાનું બીજુ ભાષણ આપ્યું. પાછલા વર્ષે જ્યારે પીએમ મોદી પહેલી વખત UNGAમાં પહોંચ્યા ત્યારે તેમણે આતંકવાદ સહિતના અનેક મુદ્દે વાતચીત કરી હતી.

પરંતુ આ વખતે તેમની સામે એક જ લક્ષ્ય હતો, વિકાસનો દીર્ઘકાલીન લક્ષ્ય. પીએમ મોદીએ આ અંગે બોલતા 7 લક્ષ્યની વાત કરી કે જે કોઇ પણ દેશના વિકાસ માટે જરૂરી છે. પીએમ મોદીએ પોતાના સમગ્ર ભાષણ દરમ્યાન વિકાસના મુદ્દાને વધુ મહત્વ આપ્યું હતુ.

પીએમ મોદીએ UNGAમાં સ્પષ્ટ જણાવ્યું હતુ કે જો આપણે વિકાસના રસ્તા પર આગળ વધવુ છે, તો સૌ પ્રથમ ગરીબી હટાવવા માટે કટિબદ્ધ બનવુ પડશે. અને આ કાર્ય સૌની પવિત્ર નૈતિક જવાબદારી ગણાવી હતી.

આવો જાણીએ પીએમ મોદીએ દેશના વિકાસ માટે કયા 7 મુદ્દાઓને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. જે તેમના અજેન્ડામાં સૌથી ઉપર હતા.

સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ

સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ

પીએમ મોદીએ UNGAમાં યુવાનોની ક્ષમતા પર ભાર મૂક્તા તેમની જે તે ક્ષેત્રની સ્કીલને વધુ નીખારવાની વાત જણાવી હતી. જેથી ભવિષ્યમાં તેનો સારો ઉપયોગ થઇ શકે.

આર્થિક સુરક્ષાની વાત

આર્થિક સુરક્ષાની વાત

પીએમ મોદીએ UNGAમાં જણાવ્યું કે ભારતમાં ગરીબ વર્ગના લોકોને આર્થિક સુરક્ષા આપવાનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ દેશમાં અત્યારસુધી 180 મિલિયન બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સાથે જ પેન્શન જેવી સુવિધાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે.

પીએમ મોદીએ ખાનગી ક્ષેત્રનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ ખાનગી ક્ષેત્રનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેશમાં માઇક્રો એન્ટરપ્રાઇઝ અને માઇક્રો ફાઇનાન્સની સાથે ડિઝીટલ અને મોબાઇલની શક્તિને ઓળખીને વિકાસનું માધ્યમ બનાવ્યું છે.

પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી

પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી

પીએમ મોદીએ ન્યૂયોર્કથી આખીય દુનિયાને જાણકારી આપી કે ભારતમાં દરેક વર્ગના લોકોને ઘર, વિજળી, પાણી અને સ્વસ્છતાની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે.

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ

પીએમ મોદીએ આ દરમ્યાન કહ્યું કે મહિલાઓને સશક્ત બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. તેમણે આ સંદર્ભમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની પણ વાત કરી.

ખેડુતોની સુરક્ષા

ખેડુતોની સુરક્ષા

દેશમાં ખેડુતોના હિત માટે કાર્યક્રમ, પ્રાકૃતિક આપદા બાદ થતી મુશ્કેલીઓ દુર કરવા અને તેમને બજાર સાથે જોડવા માટે ઘણાં પ્રકારના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.

મેન્યુફેક્ચરીંગમાં સુધારા પર ધ્યાન

મેન્યુફેક્ચરીંગમાં સુધારા પર ધ્યાન

વિકાસ માટે પીએમ મોદીએ મેન્યુફેક્ચરીંગ અને જરૂરી સેવાઓમાં સુધારા અંગે પણ UNGAમાં ભાર મૂક્યો હતો.

English summary
Here are the 7 goals PM Modi talked about in his speech in UNGA. While speaking on Sustainable Development Goals PM Modi talked about skill and other issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X