For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુલાસો: ગુજરાત તોફાનો સમયે સોનમ શાહે ઓબામાની ટીમ પાસે માંગી હતી મદદ

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પોતાના ખુલાસાથી બધાને ચોંકાવનાર વિકિલીક્સે ઓબામાની ટ્રાંઝિશન ટીમની સભ્ય સોનલ શાહ વિશે ગુજરાત તોફાનો સાથે જોડાયેલ એક ખુલાસો કર્યો છે. 2008માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રેસિડેંશિયલ ટ્રાંઝિશન ટીમની પહેલી અમેરિકી-ભારતીય સભ્ય સોનલ શાહના તે સમયના અમુક મેલનો વિકિલીક્સે ખુલાસો કર્યો છે. તેમના પર ગુજરાતના તોફાનોનું સમર્થન કરવાનો આરોપ હતો. જે મેલ સામે આવ્યા છે તેમાં સોનલ શાહે લખ્યુ હતુ કે તેમને ગુજરાત તોફાનોના સમર્થક બતાવીને તેમની ટીમના ઉપરીઓ ઓબામાની છબીને ખરાબ કરવા ઇચ્છે છે.

barack obama

પોતાના માટે માંગી હતી મદદ

સોનલ શાહે ઓબામાના ચૂંટણી જીતવાના એક સપ્તાહ બાદ લખેલા મેલમાં પોતાને ગુજરાતના તોફાનોની સમર્થક અને દક્ષિણપંથિઓની હમદર્દ બતાવાયાની ભારતીય મીડિયાની વાતોથી કંટાળીને પોતાના માટે ઓબામા અને તેમની ટીમ પાસેથી મદદ માંગી હતી. જો કે સોનલ શાહ ત્યારબાદ એપ્રિલ 2009 થી ઑગસ્ટ 2011 સુધી ઓબામાની ટીમનો હિસ્સો રહી, તેમણે સામાજિક નવાચાર નિર્દેશકનો કાર્યભાર સંભાળ્યો. શાહે ઘણા મેલ લખીને એ વાતની જાણકારી આપી હતી કે તેમની જ ટીમના અમુક લોકો તેને બદનામ કરવા ઇચ્છે છે. તેના માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

" મારે આરએસએસ સાથે કોઇ લેવાદેવા નથી "

શાહે મેલમાં લખ્યુ હતુ કે તે ભારતમાં કોઇ દક્ષિણપંથી રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી. તેણે લખ્યુ હતુ કે વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ સાથે તેને કોઇ લેવાદેવા નથી. તેણે લખ્યુ હતુ કે તેની વિચારધારા આ પ્રકારના સંગઠનો સાથે મેળ ખાતી નથી અને તે ભાગલા પાડતી રાજનીતિ અને ધાર્મિક ઉન્માદ ફેલાવતા દરેક પ્રકારના સંગઠનોનો વિરોધ કરે છે. તેણે લખ્યુ હતુ કે 2001 ના ભૂકંપ બાદ તેણે ગુજરાતમાં ઘણો સમય વીતાવ્યો હતો અને રાહત કાર્યોમાં જોડાયેલી રહી. તેણે કહ્યું કે મે માનવધર્મના નાતે આમ કર્યુ હતુ પરંતુ કોઇ ગ્રુપ સાથે મારે કંઇ લેવાદેવા નથી.

English summary
Wikileaks reveals After Called A Gujarat Riots Supporter Sonal shah Sought Team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X