For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર અમદાવાદ અને વારાણસીમાં જ લેન્ડ કરશે આ અનોખું વિમાન!

|
Google Oneindia Gujarati News

અબૂ ધાબી, 29 ઓક્ટોબર: વિશ્વનું સૌથી પહેલું સૌર ઊર્જાથી સંચાલિત વિમાન આખી દુનિયાની યાત્રા દરમિયાન ભારતમાં માત્ર અમદાવાદ અને વારાણસીમાં જ રોકાશે. સ્વિટ્જર્લેંડમાં શરૂ આ અનોખા પ્રયોગમાં સોલર ઇંપલ્સ નામના આ વિમાન આવતા વર્ષે માર્માં અબૂ ધાબીથી અમદાવાદ માટે ઊડાન ભરશે જ્યાંથી તે સીધું બનારસ માટે રવાના થશે. ત્યારબાદ વિમાન પ્રશાંત મહાસાગર તરફ ઊડાન ભરશે. આના કારણે હવાની દિશા છે, જેણે મનોચિકિત્સક અને સોલર ઇંપલ્સ પરિયોજનાને શરૂ કરનાર બટ્રરેંડ પિકાર્ડને આ બંને સ્થળોની પસંદગી કરવા માટે પ્રેરિત કર્યા છે.

solar plane
બટ્રરેંડ પિકાર્ડનું કહેવું છે કે આ બંને શહેરોની પસંદગી મોસમી જરૂર છે પરંતુ અમે ભારતમાં લેંડ કરવાની પરવાનગી માગી છે, જેના માટે અમે ડીજીસીએ, એએઆઇ અને ઊર્જા નવીનીકરણ મંત્રાલયના સંપર્કમાં છે. અમે ચીનથી પણ લેંડિંગની પરવાનગી માગી છે.

પિકાર્ડને આ લીલા રંગના વિમાનને બનાવવા અને તેને ઉડાવવામાં એમઆઇટી ગ્રેડ્યુએટ આંદ્રે બોર્સબર્ગનો પણ સહકાર મળ્યો. 11 વર્ષ જૂની આ પરિયોજના માટે ઓમેગા, શિંડલર અને એબીબી સહિત ઘણી ખાનગી કંપનીઓએ 150 મિલિયન ડોલરનું ફંડિંગ કર્યું છે.

solar plane
આ અનોખું વિમાન અબૂ ધાબીથી શરૂ થઇને સમુદ્ર પરથી થઇને ભારત-ચીનના માર્ગે પ્રશાંત મહાસાગર, અમેરિકા, એટલાંટિકા મહાસાગર અને યૂરોપ અથવા ઉત્તર અમેરિકા થઇને પાછું અબુ ધાબી પરત ફરશે. આ વિમાનમાં 72 મીટરના પંખા છે, જે બોઇંગ 747ના પંખાથી પણ પહોડા છે.

આ સૂર્યની ગર્મીને શોષી લેશે. આ પ્લેનમાં માત્ર એક જ પાયલટ રહી શકે છે. પિકાર્ડનું કહેવું છે કે આ પહેલો પ્રયોગ છે, માટે પાયલટ આખી યાત્રા દરમિયાન સોશિયલ નેટવર્ક પર પોતાના અનુભવ કહેતો રહેશે. તે દરેક સ્ટોપ પર લોકો અને શાળાના બાળકો સાથે વાતચીત પણ કરશે.

English summary
World's first circumnavigating Solar plane to land in Ahmedabad and Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X