For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ગુજ્જુ પટેલની ગોળી મારી હત્યા

|
Google Oneindia Gujarati News

ન્યૂજર્સી, 18 ફેબ્રુઆરી: અમેરિકામાં ભારતીયો પર હુમલાનો સિલસિલો જાણે હવે શરૂ થઇ ગયો છે. થોડા દિવસો પહેલા અમરેલીના વતની સુરેશભાઇ પટેલને પોલીસે ઢોર માર્યાનો વિવાદ હજી થાળે નથી પડ્યો તારે વધુ એક ગુજ્જુ પટેલનો હત્યાનો મામલો સામે આવ્યો છે. મૂળ નડિયાદના 28 વર્ષીય અમિત પટેલની તેમની દૂકાનમાં જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. આ ઘટના બાદ બંને દેશમાં ચકચાર મચી જવા પામી છે.

આ ઘટના રવિવાર રાત્રિની છે, જ્યારે અમિત પટેલ પોતાની લીકર શોપમાં હતા. તેઓ અત્રે ન્યૂજર્સીમાં લીકર શોપ ચલાવે છે. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્શો આવ્યા અને તેમની પર ગોળીઓનો વરસાદ કરીને નાસી ગયા. અમેરિકામાં ગુજરાતી પટેલ પર હુમલાની બીજી ઘટના બાદ અમેરિકામાં વસતા એનઆરઆઇ અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

nrg
પોલીસના જણાવ્યા અનુસાર અમિત પટેલ પોતાની લીકર શોપમાં બેઠા હતા, એ જ સમયે કેટલાંક અજાણ્યા શખ્શોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો અમિત ગંભીર રીતે ઘાયલ હતા અને થોડી જ ક્ષણોમાં તેમનું મોત થઇ ગયું.

પોલીસ અનુસાર અમિત પટેલને ખૂબ જ નજીકથી આ ગોળી મારવામાં આવી હતી. પરંતુ અમિતને કયા કારણોસર ગોળી મારવામાં આવી તે અંગે કંઇપણ કહેવામાં પોલીલ હજી સક્ષમ નથી. જોકે પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે અમિતના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ઘટના સમયે અમિતના પિતા દુકાનની પાછળ ઓફિસમાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અલબામામાં અમેરિકન પોલીસે મૂળ ગુજરાતના આધેડવયના સુરેશભાઇ પટેલને ઢોર માર માર્યો હતો, જેઓ હાલમાં હોસ્પિટલમાં છે. જોકે તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. એવામાં વધુ એક ભારતીય પર હુમલો એ અમેરિકામાં ભારતીયોની સુરક્ષાને લઇને ઘણા સવાલો ઉઠાવે છે.

English summary
Gujarati Amit Patel from Edison was shot and killed in New Jersey inside Roseway Liquors in Irvington yesterday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X