For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટેનમાં લાઇફગાર્ડની લાપરવાહી, ડુબ્યું ભારતીય મૂળનું બાળક

|
Google Oneindia Gujarati News

swimming-pool
લંડન, 21 એપ્રિલઃ બ્રિટનમાં પાણીમાં ડુબી ગયેલા ભારતીય મૂળના બાળકના મોતની પાછળનું કારણ લાઇફગાર્ડ દ્વારા કરવામાં આવેલી લાપરવાહી છે.

સમાચારપત્ર ડેલી મેઇલમાં છપાયેલા અહેવાલ અનુસાર જ્યારે ભારતીય મૂળનું બાળક સૂરજ સ્વિમિંગ પુલના પાણીમાં ફસાયુ હતુ, તે દરમિયાન 31 વર્ષિય લાઇફગાર્ડ કેલી વુડ્સ એક અન્ય વ્યક્તિ સાથે 15 મીનિટ સુધી વાતચીત કરી રહી હતી. કેલી એ જ્યારે બાળક તરફ નજર દોડાવી તો તે ઉંધા મોઢે અંદર હતો. વુડ્સ પર સ્વિમિંગપુલ દરમિયાન દેખરેખમાં ચૂક રહી જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે જો કે, બાળકનો જીવ બચાવવા માટે સ્વિમિંગપુલમાં કૂદકો માર્યો.

પરંતુ તે બાળક પહેલાંથી જ બે મીનિટથી પાણીમાં ડુબેલું હતું. તેનો જીવ બચાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં પણ તેનો જીવ બચાવી શકાયો નહોતો. અભિયોજન પઙે અદાલતને કહ્યું કે, તે કામ દરમિયાન એક ગ્રાહક સાથે વાત કરી રહી હતી. મૃત બાળકની માતા લલિત કોર પોતાના પુત્ર અને અન્ય ત્રણ બાળકોને સ્વિમિંગપુલમાં લઇ ગઇ હતી. તે ફેબ્રુઆરીના નિવેદન દરમિયાન રડી પડી.

English summary
Indian origin drowned in a swimming pool in Britain's Wolverhampton city in 2008 after a lifeguard stopped watching swimmers to chat to a customer, a court has heard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X