For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વૈજ્ઞાનિકને મળ્યો 2014નો મિદોરી પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

kamal bawa
વૉશિંગ્ટન, 10 સપ્ટેમ્બર: ભારતીય પારિસ્થિતિકવિદ કમલ બાવાને જૈવ વિવિધતાના ક્ષેત્રે અપાતો 2014નો મિદોરી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર તેમને હિમાલય ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તન સહિત વિભિન્ન ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ શોધ માટે આપવામાં આવશે.

જાપાન સ્થિત એઓન એન્વાયરમેન્ટલ ફાઉંડેશને 2010માં મિદોરી પ્રાઇઝ ફોર બાયોડાયવર્સિટીની સ્થાપના કરી હતી જે વૈશ્વિક, ક્ષેત્રીય અથવા સ્થાનીય સ્તરો પર જૈવ વિવિધતાના સંરક્ષણ અને સ્થાયી ઉપયોગને લઇને અસાધારણ યોગદાન આપનાર માત્ર ત્રણ લોકોને આપવામાં આવે છે.

બેંગલોર સ્થિત પર્યાવરણ શોધ સાથે જોડાયેલ સંગઠન અત્રી દ્વારા જારી એક પ્રેસ રિલિઝમાં કહેવાયું છે કે 75 વર્ષીય બાવાને ઓક્ટોબરમાં દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં કૉપ-12 દરમિયાન આ પુરસ્કાર આપવામાં આવશે જ્યાં કોંફ્રેંસ ઓફ પાર્ટીજ(કૉપ-11)ના વર્તમાન અધ્યક્ષ ભારત દક્ષિણ કોરિયાને આની અધ્યક્ષતા સોંપાશે. બાવા અત્રી (અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એંડ ધ એન્વાયરમેંટ)ના અધ્યક્ષ પણ છે.

અત્રીના નિર્દેશ ગણેશન બાલચંદરે જણાવ્યું કે 'તેમણે અમારી પ્રાકૃતિક સંપદા અને તેની સાથે જોડાયેલ સાંસ્કૃતિક સંપદાને પહોંચી રહેલી ક્ષતિના ખતરાને લઇને સ્થાનીય અને દુનિયાભરના લોકોને જાગૃત કર્યા છે. મેસાચુસેટ્સ વિશ્વવિદ્યાલયમાં 40 વર્ષથી વધારે સુધી ભણાવનાર બાવાને આની પહેલા 2012માં પહેલો ગુનેરસ એવોર્ડ ઇન સસ્ટેનિબિલિટી સાયન્સના રૂપમાં એક મોટો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.'

English summary
Indian scientist Kamal Bawa gets Midori Prize in Biodiversity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X