For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડામાં ભારતીય સાથે રંગભેદઃ ક્લબમા જતો અટકાવ્યો

|
Google Oneindia Gujarati News

canada-map
ટોરેન્ટો, 30 એપ્રિલઃ ભારતીય મૂળના એક કનેડિયન પુરુષે આરોપ લગાવ્યો છે કે, વેંકુવરમાં એક ક્લબમાં આયોજિત ગ્રેજ્યુએશન પાર્ટીમાં માત્ર રંગના તેને આધારે પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો.

વેંકૂવરના પ્રોવિન્સ ન્યૂઝપેપરમા સોમવારે પ્રકાશિત અહેવાલ અનુસાર, એક માનવાધિકાર ન્યાયાધિકરણ સમક્ષ મનજિદર ગિલે દાવો કર્યો છે કે તેને અને તેના મિત્રોને નવ ડિસેમ્બર 2011, લૈંગલી શાર્ક ક્લબમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા, જ્યારે તે રાત્રે નવ વાગ્યે પાર્ટી માટે 15 મિનિટ મોડેથી પહોંચ્યા હતા. જ્યારે ગોરા લોકોને તેમની નજર સામે જ પાર્ટીમાં જવા દેવામાં આવ્યા હતા.

ગિલ અનુસાર ક્લબ એક બાઉન્સરે તેમને અને તેમના મિત્રોને જણાવ્યું કે, ક્લબ ભરાઇ ગયું છે, જ્યારે તેમણે કોકેશિયનોને અંદર જવા દીધા હતા. ગિલે બાઉન્સર દ્વારા ધક્કા-મુક્કી કરવામાં આવી હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગિલે કહ્યું કે તેમણે બાઉન્સરને એમ પણ કહ્યું કે ક્લબમાં થઇ રહેલી પાર્ટીમાં જવા માટે પ્રત્યેક પાસે ટિકિટ હતી અને બધી ટિકિટ વેચાઇ ગઇ હતી, જ્યારે કોકેશિયન વગર ટિકિટે ક્લબમાં પ્રવેશી રહ્યાં હતા. ગિલ, તેમની પત્ની મંજીત ગિલ અને તેમના મિત્ર સર્ગેઇ રાયએ નસ્લ અને રંગના આધારે ભેદભાવનો આરોપ લગાવતા ત્રણ અલગ-અલગ ફરિયાદો કરી.

જે કેનાડાના બ્રિટિશ કોલંબિયા પ્રાવિન્સ કાયદા હેઠળ પ્રતિબંધિત છે, જો કે, લૈંગલી શાર્ક ક્લબે આરોપોથી ઇન્કાર કરતા ગિલ અને તેમના સાથીઓને મોડેથી આવવાની વાત કરી અને તેમના પર ઝઘડા માટે આતુર હોવાનો આરોપ લગાવ્યો. ગિલે ન્યાયાધિકરણ સમક્ષ કહ્યુ, એ રાતની ઘટનાને લઇન શાર્ક ક્લબે જે કંઇ પણ કહ્યું તે સંપૂર્ણ પાયાવિહિન છે. આ ઘટનાએ મને સવાર સુધી હેરાન કર્યો હતો, આખી રાત એ ઘટના મારા દિમાગમાં ફરતી રહી.

English summary
An Indo-Canadian man has alleged that he was denied entry to a graduation party in a Vancouver club purely on the basis of his skin colour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X