For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મહિલાના હત્યારા ઓસ્ટ્રેલિયનને જેલભેગો કરાયો

|
Google Oneindia Gujarati News

prison
સિડની, 17 મે: સિડનીની એક કોર્ટે શુક્રવારે શ્રીલંકાઇ મૂળના એક ઓસ્ટ્રેલિયાઇ વ્યક્તિને એક ભારતીય મહિલાની સાથે દુષ્કર્મ કરવા અને તેની હત્યા કરવાના મામલામાં 45 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

એક મીડિયા અહેવાલ પ્રમાણે ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું તોશા ઠક્કર(24)ની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરનાર સ્ટેની-રેગિનોલ્ડ ઓછામાં ઓછા 30 વર્ષો સુધી પેરોલની પાત્રતા ધરાવશે નહીં. આ ઘટનાને સિડનીના એક ફ્લેટમાં 9 માર્ચ 2011ના રોજ અંજામ આપવામાં આવ્યું હતું. ઠક્કર સિડનીની એક વિશ્વવિદ્યાલયમાં એકાઉન્ટિંગની વિદ્યાર્થિની હતી.

અત્રે ક્રાયડોનના એક ફ્લેટમાં તેના પાડોશી સ્ટેની રેગિનોલ્ડની તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેવાઇ હતી. સ્ટેની-રેગિનોલ્ડે ઘટનાને અંજામ આપ્યા બાદ તેના મૃતદેહને એક શૂટકેસમાં નાખીને મિડોબેંકમાં એક પાર્કની નજીક આવેલા નાળામાં નાખી દીધી હતી. આ શૂટકેસ કેટલાંક મજૂરોને મળી આવી હતી. તેના બે દિવસ બાદ સ્ટેની- રેગિનોલ્ડની ધરપકડ કરી લેવાઇ હતી.

સિડની મોર્નિંગ હેરાલ્ડે શુક્રવારે ન્યાયાધીશ ડરેક પ્રાઇસના નિર્ણયના હવાલાથી જણાવ્યું કે 'આરોપીએ તેણીનું ઘળુ દબાવી દીધું. આ એક અસામાન્ય અને નિર્મમ કૃત્ય છે. તેના જીવવની અંતિમ પળો દર્દનાક રહી હશે.' સ્ટેની-રેગિનોલ્ડે ઠક્કરની હત્યા કર્યાના દિવસે ઇન્ટરનેટ પર ગળું દબાવવાની રીત ઇન્ટરનેટ પર સર્ચ કરી હતી.

તેણે એ દિવસે અશ્લીલ ફિલ્મો પણ જોઇ હતી. ત્યારબાદ તેણે ઠક્કરની સાથે બળાત્કાર ગૂજારી તેની તાર વડે ગળુ દબાવીને હત્યા કરી દીધી. ફરિયાદી પક્ષે દોષી માટે આજીવનકેદની સજા ફટકારવા માંગ કરી હતી.

English summary
A Sydney man who raped and murdered a Indian student Tosha Thakkar before stuffing her body in a suitcase and throwing it in a canal has been jailed for at least 30 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X